5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે ? આ દિવસે જાહેરાત થવાની સંભાવના

ચૂંટણી પંચની ટીમ રાજસ્થાન અને તેલંગણામાં કરશે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા

અગાઉ ECની ટીમે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની મુલાકાત લીધી હતી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે ? આ દિવસે જાહેરાત થવાની સંભાવના 1 - image

નવી દિલ્હી, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે... ચૂંટણી પંચ (Election Commission) પણ ચૂંટણી રાજ્યોમાં જઈ સમીક્ષા કરી રહી છે, ત્યારે ચૂંટણી પંચ પાંચ રાજ્યોની ચૂંટણી માટે 7 અથવા 8મી ઓક્ટોબરે તારીખો અંગે જાહેરાત કરી શકે છે. ચૂંટણીની તૈયારીઓના અંતિમ તબક્કામાં ECની ટીમ છેલ્લા 2 રાજ્યો રાજસ્થાન (Rajasthan) અને તેલંગાણા (Telangana)ની મુલાકાત લેશે. આ અગાઉ ચૂંટણી પંચની ટીમે મધ્ય પ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chhattisgarh) અને મિઝોરમ (Mizoram)ની મુલાકાત લીધી હતી.

ECની ટીમ રાજસ્થાન-તેલંગણામાં કરશે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સહિત ત્રણેય કમિશનર, અન્ય ડેપ્યુટી કમિશનર અને કમિશનના ઘણા વિભાગોના સચિવ અને નિદેશકો પણ રાજસ્થાન અને તેલંગણાની મુલાકાતે જશે. ચૂંટણી પંચની ટીમ 29 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ત્રણ દિવસ રાજસ્થાનમાં તૈયારીઓ અંગે સમીક્ષા કરશે, ત્યારબાદ દિલ્હી બે દિવસ રહ્યા બાદ ત્રીજી ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર સુધી તેલંગણામાં તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. ત્યાંથી પરત ફર્યા બાદ ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત કરી શકે છે.

આ 5 રાજ્યોમાં યોજાશે ચૂંટણી

આ વર્ષને અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર-2023થી જાન્યુઆરી-2024 સુધીનો છે. 40 બેઠકો ધરાવતા મિઝોરમમાં 17 ડિસેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, જ્યારે છત્તીસગઢનો કાર્યકાળ 3 જાન્યુઆરી, મધ્ય પ્રદેશ 6 જાન્યુઆરી, રાજસ્થાન 14 જાન્યુઆરી અને તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.


Google NewsGoogle News