ભાજપે ચાર રાજ્યોમાં શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, આ સાત દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
BJP Flag


Assembly Elections 2024 : લોકસભા ચૂંટણીનું સમાપન થયા બાદ ભાજપે (BJP) તુરંત વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ભાજપે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવા માટે સાત દિગ્ગજ નેતાઓ એટલે કે પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે.

ભાજપે આ ચાર રાજ્યોમાં પ્રભારી-સહપ્રભારીઓની નિમણૂક કરી

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભુપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તેમજ અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારીની જવાબદારી સોંપી છે. જ્યારે હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી અને બિપ્લવ દેબને સહપ્રભારી તેમજ ઝારખંડમાં શિવરાજ સિંહ ચૌહાણને પ્રભારી, હિમંતા બિસ્વા સરમાને સહપ્રભારી, જ્યારે જમ્મુ-કાશ્મીરની જવાબદારી કિશન રેડ્ડીને સોંપવામાં આવી છે.

ભાજપે ચાર રાજ્યોમાં શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, આ સાત દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી 2 - image

ચાર રાજ્યોમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી?

મહારાષ્ટ્ર (Maharashtra), હરિયાણા (Haryana), ઝારખંડ (Jharkhand) અને જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે ચારેય રાજ્યોમાં પ્રભાર અને સહ પ્રભારીની નિમણૂક કરી છે.

વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી ચૂંટણીની તૈયારી

  • મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના અંતે સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં રાજ્યની 288 બેઠકો પર ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે.
  • ઝારખંડમાં પાંચમી જાન્યુઆરી-2025ના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. 81 બેઠકો ધરાવતા રાજ્યમાં ગત વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બર અથવા તે પહેલા ચૂંટણી યોજાવાની સંભાવના છે.
  • હરિયાણામાં ત્રણ નવેમ્બર-2024ના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગત વખતે અહીં ઓક્ટોબર-2019માં ચૂંટણી યોજાઈ હતી, તેથી આ વખેત પણ ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી થવાની સંભાવના છે.
  • જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર-2024 સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર અથવા તે પહેલા વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે.

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત, 10 જુલાઈએ મતદાન

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ વધાર્યું ભાજપનું ટેન્શન, વિધાનસભા ચૂંટણીમાં માગી 20 બેઠક

મોદી સરકાર 3.0માં 72 સાંસદોને ફાળવાયા ખાતાં, જુઓ કોને કયું મંત્રાલય અપાયું...


Google NewsGoogle News