ચૂંટણી બાદ EVMથી આ રીતે થાય છે મતગણતરી, જાણો કાઉન્ટિંગ અંગેની તમામ માહિતી
મતગણતરીને લઈને લોકોમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે
વોટોની ગણતરી થઈ ગયા પછી તેને કંન્ટ્રોલ યૂનિટ મેમોરી સિસ્ટમમાં સેવ કરવામાં આવે છે
Image ECI |
તા. 20 નવેમ્બર 2023, સોમવાર
Assembly Election 2023 News: મિઝોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી મતદાન પુરુ થયું છે. હવે રાજસ્થાનમાં આગામી 25 નવેમ્બર તેમજ તેલંગણામાં 30 નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે. ત્યાર બાદ આ પાંચેય રાજ્યોનું 3 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. મતગણતરીને લઈને લોકોમાં કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે આખરે આ મશીનમાં મતગણતરી કેવી રીતે થાય છે. ઈવીએમ દ્વારા કરેલા વોટિંગની ગણતરી કઈ રીતે થાય છે તે બાબતે વિગતે જાણીએ.
આ વોટની ગણતરી રિટનિંગ ઓફિસર (RO)ની હાજરીમાં કરવામાં આવે છે
ઈવીએમમાં કરેલા મતદાનની ગણતરી ઈલેક્ટ્રોનિકલી ટ્રાંસમિટેડ પોસ્ટલ બેલેટ (ETPB) અને પોસ્ટલ બેલેટ (PB)ની ગણતરી શરુ થાય છે. આ વોટ રિટનિંગ ઓફિસર (RO)ની હાજરીમાં ગણવામાં આવે છે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાંસમિટેડ પોસ્ટલ બેલેટ (ETPB) અને પોસ્ટલ બેલેટ (PB)ની ગણતરી શરુ થવાના અડધા કલાક પછી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs)માં કરેલા વોટની ગણતરી શરુ કરવામાં આવે છે. પછી તે ભલેને પોસ્ટલ બેલેટની ગણતરી કેમ પુરી ન થઈ હોય.
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે એક રાઉન્ડ, બે રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની ગણતરી થઈ ચુકી છે. તમને જણાવી દઈએ કે એક રાઉન્ડનો મતલબ 14 EVMમાં નાખવામાં આવેલા વોટની ગણતરી પ્રમાણે થાય છે. જ્યારે 14 ઈવીએમના નાખેલા વોટની ગણતરી માટે લેવામા આવે છે તેને એક રાઉન્ડ કહેવામાં આવે છે.
મતગણતરી બાદ સંભાળીને રાખવામાં આવે છે ડેટા
વોટોની ગણતરી થઈ ગયા પછી તેને કંન્ટ્રોલ યૂનિટ મેમોરી સિસ્ટમમાં સેવ કરવામાં આવે છે. કન્ટ્રોલ યુનિટમાં આ ડેટા ત્યા સુધી રાખવામાં આવે છે જ્યા સુધી તેને ડિલીટ કરવામાં ન આવે. વોટોની ગણતરીની જવાબદારી ચૂંટણી અધિકારી એટલે કે રિટનિંગ ઓફિસર (RO)ની હોય છે. રિટનિંગ ઓફિસર સરકારને અથવા તો સ્થાનિક ચૂંટણી અધિકારીને બતાવવામાં આવે છે.