5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાનું કાઉન્ટડાઉન શરૂ ! કાલે ચૂંટણી નિરીક્ષકો સાથે ECની બેઠક

ચૂંટણી પંચ શુક્રવારે નવી દિલ્હીમાં ચૂંટણી નિરીક્ષકોની બેઠક યોજશે

8થી 10 ઓક્ટોબર વચ્ચે ચૂંટણીની જાહેરાતો થઈ શકે છે : સૂત્રો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાનું કાઉન્ટડાઉન શરૂ ! કાલે ચૂંટણી નિરીક્ષકો સાથે ECની બેઠક 1 - image

નવી દિલ્હી, તા.05 ઓક્ટોબર-2023, ગુરુવાર

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2023)ને લઈને તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી રાજ્યોમાં દમદાર સંબોધનની સાથે વિરોધીને આડે હાથ લઈ રહી છે. આ વર્ષે 5 રાજ્યોમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh), છત્તીસગઢ (Chhattisgarh), રાજસ્થાન (Rajasthan), તેલંગણા (Telangana) અને મિઝોરમ (Mizoram)માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત ક્યારે થશે, તેની ચારેકોર ચર્ચાઓ જોવા મળી રહી છે. તો બીજીતરફ ચૂંટણી નિરીક્ષકોએ પણ 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અંગેની સમીક્ષા લગભગ પૂર્ણ કરી લીધી છે, ત્યારે હવે આવતીકાલથી ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જવાનું છે. હવે ચૂંટણી પંચે આવતીકાલે શુક્રવારે એટલે કે 6 ઓક્ટોબરે 5 ચૂંટણી રાજ્યોના ચૂંટણી નિરીક્ષકોની દિલ્હીમાં બેઠક બોલાવી છે.

બેઠકમાં શું ચર્ચા થશે ?

આ બેઠકમાં સુરક્ષા, ચૂંટણી ખર્ચ એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્જર્વરની સાથે ચૂંટણી પંચ (Election Commission) ઉમેદવારો, તેમના સમર્થકો, ચૂંટણી સંચાલકો અને અન્ય હિતધારકોની કામગીરી તેમજ તમામ સંભવિત પરિસ્થિતિ અને તેની સામે અસરકારક પગલા ભરવાના તમામ ઉપાયોગ પર ચર્ચા-વિચારણા કરી રણનિતી બનાવવામાં આવશે. ત્યારબાદ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રવિવારથી મંગલવાર એટલે કે 8મીથી 10મી ઓક્ટોબર સુધીમાં ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.

ભાજપ 5 ચૂંટણી રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તામાં

આ પાંચ રાજ્યોમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ ભાજપ (BJP)ની સત્તા છે, જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ (Congress), તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને મિઝોરમમાં નેશનલ ફ્રન્ટ સત્તા પર છે.

આ 5 રાજ્યોમાં યોજાશે ચૂંટણી

આ વર્ષને અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર-2023થી જાન્યુઆરી-2024 સુધીનો છે. 40 બેઠકો ધરાવતા મિઝોરમમાં 17 ડિસેમ્બરે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે, જ્યારે છત્તીસગઢનો કાર્યકાળ 3 જાન્યુઆરી, મધ્ય પ્રદેશ 6 જાન્યુઆરી, રાજસ્થાન 14 જાન્યુઆરી અને તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે.


Google NewsGoogle News