5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન

17 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે અને 23 ઓક્ટોબરે સુધી યાદીમાં સુધારા કરી શકાશે

5 રાજ્યોમાં કુલ મતદારો 16 કરોડ છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 1 - image


5 state election 2023 : હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે (Election Commission) આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ (Madhya Pradesh),   છત્તીસગઢ (Chhattisgarh), રાજસ્થાન (Rajasthan), તેલંગાણા અને મિઝોરમ (Mizoram)માં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.   જાણી લો કયા રાજ્યમાં કઇ તારીખે મતદાન અને મતગણતરી તથા પરિણામો જાહેર થશે.

રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

રાજ્ય  મતદાનની તારીખ મતગણતરી-પરિણામ
મધ્યપ્રદેશ 17  નવેમ્બર 3 ડિસેમ્બર
છત્તીસગઢ  7 નવેમ્બર
17 નવેમ્બર
3 ડિસેમ્બર  
રાજસ્થાન  23  નવેમ્બર ડિસેમ્બર 
તેલંગાણા  30 નવેમ્બર  3 ડિસેમ્બર
મિઝોરમ  7 નવેમ્બર  ડિસેમ્બર 


પાંચ રાજ્યમાં કુલ કેટલા મતદારો

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 2 - image

5 રાજ્યોની ચૂંટણી વિશેની માહિતી

કુલ વિધાનસભા બેઠક 679
કુલ મતદારો - 16 કરોડ મતદાર
કુલ પુરુષ મતદારો - 8.2 કરોડ
કુલ મહિલા મતદારો - 7.8 કરોડ  
60 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે
31 ઓક્ટોબર સુધી રાજકીય પક્ષોએ મળેલા ડોનેશનની વિગતો આપવી પડશે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 3 - image

5 રાજ્યોમાં 1.77 લાખ મતદાન મથકો રહેશે

5 રાજ્યોમાં 1.77 લાખ મતદાન મથકો રહેશે. ચૂંટણી પંચે તમામ મતદારોને મતદાર યાદીમાં તેમના નામ ચેક કરવા, તેમની વિગતો સુધારી લેવા કરી અપીલ. 17 ઓક્ટોબરે મતદાર યાદી જાહેર થશે. 23 તારીખ સુધી યાદીમાં સુધારા કરી શકાશે. ચૂંટણી રાજ્યોમાં 940 ચૂંટણી પોસ્ટ બનાવાઈ, જેનાથી તમામ પ્રક્રિયા પર નજર રખાશે.

મહિલા મતદારોની સંખ્યા વધી 

આ વખતે PVTG 100 ટકા વોટરોનું રજિસ્ટ્રેશન થયું. PVTG એ આદિવાસીઓ માટે ખાસ વ્યવસ્થા છે.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 4 - image

5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. બાકીના રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થઈ રહ્યો છે. આ 5 રાજ્યોમાં 679 વિધાનસભા સીટો છે.

છત્તીસગઢની 90 બેઠકો પર સતાનો સંગ્રામ 

છત્તીસગઢની 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 5 - image

મિઝોરમમાં 40 સીટો પર જંગ 

મિઝોરમમાં 40 સીટો પર ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 6 - image

મધ્યપ્રદેશમાં 230 બેઠકો પર આરપારની લડાઈ

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તમામ 230 બેઠકો માટેની ચૂંટણી યોજાશે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ 2020 માં, કોંગ્રેસના 22 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. આ પછી રાજ્ય સરકાર પડી અને મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપવું પડ્યું. આ પછી રાજ્યમાં ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 7 - image

રાજસ્થાનમાં 200 બેઠકો પર ભાજપ કોંગ્રેસ સામસામે 

રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની 200 બેઠકો પર મતદાન થશે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 8 - image

તેલંગાણામાં 119 બેઠકો પર ચૂંટણી 

તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન યોજાશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. તેનું નામ હવે બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા.

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન 9 - image



Google NewsGoogle News