Get The App

પેટાચૂંટણીના પરિણામ: બંને લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત, યુપીમાં ફરી યોગી તો બંગાળમાં દીદીનો દબદબો, જુઓ ક્યાં કોણ જીત્યું

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
UP-By-Polls Result 2024


Assembly By Elections Results 2024: દેશના 15 રાજ્યોની કુલ 48 વિધાનસભા બેઠક અને બે લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બટેંગે તો કટેંગેનો નારો સફળ થઈ ગયો છે. અહીંની 9 પૈકી 7 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ સપાટો બોલાવ્યો છે, તમામ 6 બેઠકો પર ટીએમસીની જીત થઈ છે. કોંગ્રેસે બંને લોકસભા બેઠક પર જીત મેળવી છે.


પેટાચૂંટણીના પરિણામ:

  • મધ્યપ્રદેશ પેટાચૂંટણી : વિજયપુર બેઠક પર કોંગ્રેસના મુકેશ મલ્હોત્રાની જીત
  • છત્તીસગઢ પેટાચૂંટણી : રાયપુર દક્ષિણ બેઠક પર ભાજપના સુનીલ કુમાર સોનીની જીત
  • આસામ પેટાચૂંટણી : સિડલી બેઠક પર UPPLના નિર્મલ કુમાર બ્રહ્માની જીત
  • મહારાષ્ટ્ર પેટાચૂંટણી : નાંદેડથી ભાજપના સુકાંતરાવની જીત
  • ગુજરાત પેટાચૂંટણી : વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત
  • પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી : મેદિનીપુર બેઠક પર ટીએમસીના સુજોય હાજરાની જીત, હરોઆ બેઠક પર ટીએમસીના એસકે રબીઉલ ઇસ્લામની જીત
  • કેરળ પેટાચૂંટણી : ચેલ્લાકારા બેઠક પર કમ્યુનિસ્ટ પાર્ટી CPI (M)ના યૂઆર પ્રદીપની જીત, પલક્કડ બેઠક પર કોંગ્રેસના રાહુલ મમકૂટથિલની જીત
  • રાજસ્થાન પેટાચૂંટણી : ચૌરાસી બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીના અનિલ કુમાર કટારાની જીત
  • બિહાર પેટાચૂંટણી : રામગઢ પેટાચૂંટણીમાં ભાજપના અશોક કુમાર સિંહની જીત, તરારી બેઠક પર ભાજપના વિશાલ પ્રશાંતની જીત
  • ઉત્તરાખંડ પેટાચૂંટણી : કેદારનાથ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આશા નૌટિયાલની જીત
  • પંજાબ પેટાચૂંટણી : છબ્બેવાલ બેઠક પર આપના ડોક્ટર ઇશાંક કુમારની જીત
  • બિહાર પેટાચૂંટણી : ઈમામગંજ બેઠક પર હિન્દુસ્તાની આવામ મોર્ચાના ઉમેદવાર અને જીતનરામ માંઝીના પૂત્રવધુ દીપા માંઝીની જીત
  • આસામ પેટાચૂંટણી : બેહાલ બેઠક પર ભાજપના દિગંતા ઘાટોવાલની જીત
  • કર્ણાટક પેટાચૂંટણી : સંદૂર બેઠક પર કોંગ્રેસના ઈ અન્નાપૂર્ણાની જીત, ચેન્નાપટના બેઠક પર સીપી યોગીશ્વરની જીત

વાયનાડ લોકસભાની પેટાચૂંટણી: કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની જીત

કેરળની વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે ફરી મોટી જીત હાંસલ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા ગાંધી 4 લાખથી વધુ મતોની જીત મેળવી છે.

નાંદેડ લોકસભાની પેટાચૂંટણી : કોંગ્રેસની જીત

નાંદેડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચૌહાણની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર ડો.સંતુક હંબાર્ડેની હાર થઈ છે.

મેઘાલય પેટાચૂંટણી : ભારતીય પીપલ્સ પાર્ટીની જીત

મેઘાલયની ગામ્બેગ્રે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઈન્ડિયન પીપલ્સ પાર્ટીએ જીત મેળવી છે. પાર્ટીના ઉમેદવાર મહેતાબ ચાંડી અગિતોક સંગમાએ ટીએમસીના સાધ્યારાણી એમ સંગમાને 4594 મતોથી હરાવ્યા છે.

બરનાલા પેટાચૂંટણી : કોંગ્રેસના કુલદીપ સિંહ ધિલ્લોન જીત્યા

પંજાબની બરનાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ સિંહ ધિલ્લોને જીત મળી છે. કુલદીપે આમ આદમી પાર્ટીના હરિન્દર સિંહ ધાલીવાલને 2157 મતોથી હરાવ્યા છે.

પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી : ત્રણ બેઠકો પર TMC ઉમેદવારો જીત્યા

પશ્ચિમ બંગાળમાં TMCએ છ માંથી ત્રણ બેઠકો જીતી છે. TMCના સંગીતા રોય સીતાઈ બેઠક પરથી, જયપ્રકાશ ટોપ્પો મદારીહાટથી અને સનત ડે નૈહાટી બેઠક પરથી જીત મળી છે. બાકીની ત્રણ બેઠકો પર પણ TMCના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

સિક્કિમ પેટાચૂંટણી : સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ બંને બેઠકો જીતી લીધી

સિક્કિમમાં બે બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ બંને બેઠકો બિનહરીફ જીતી લીધી છે. આદિત્ય ગોલે (તમંગ) સોરેંગ ચકુંગ સીટ પર અને સતીશ ચંદ્ર રાય નામચી સિંઘીથાંગ સીટ પર જીત્યા છે.

રાજસ્થાનમાં ભાજપનો દબદબો

ભાજપે રાજસ્થાનમાં મોટો ઉલટફેર કરતા 4 બેઠકો પર લીડ બનાવી છે. પહેલા ભાજપ માત્ર 2 બેઠકો પર આગળ હતું. જોકે હવે આંકડા કંઈક આ પ્રકારે છે:

  • ઝુંઝુનૂ - ભાજપ આગળ
  • રામગઢ - ભાજપ આગળ
  • દૌસા - કોંગ્રેસ આગળ
  • દેવલી ઉનિયારા - ભાજપ આગળ
  • ખીંસવાર - ભાજપ આગળ
  • સલુંબર - ભારતીય આદિવાસી પાર્ટી આગળ
  • ચૌરાસી - ભારતીય આદિવાસી પાર્ટી આગળ

પંજાબમાં શું છે સ્થિતિ?

પંજાબની ચાર બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં બે બેઠક પર આપ અને બે બેઠક પર કોંગ્રેસે લીડ મેળવી.

પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણી: મમતા બેનર્જીનો મોટો કરિશ્મા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી તમામ 6 સીટો પર આગળ ચાલી રહી છે. પહેલા રાઉન્ડથી આ તમામ 6 સીટો પર ટીએમસીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

યુપી પેટા ચૂંટણી: 5 બેઠક પર બીજેપી આગળ

યુપીની 9 વિધાનસભા બેઠકમાંથી હાલ 3 બેઠક પર સમાજવાદી પાર્ટી અને 5 બેઠક પર બીજેપી આગળ છે. 

કર્ણાટક પેટા ચૂંટણી: ત્રણ બેઠક પર કોંગ્રેસ આગળ 

કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસ ત્રણેય બેઠક પર આગળ ચાલી રહી છે. અહીં શિગગાંવ બેઠક પર કોંગ્રેસના પઠાણ યાસિર અહેમદ ખાન આગળ છે, કોંગ્રેસના ઉમેદવાર ઇ અન્નપૂર્ણા સંદુર બેઠક પર અને કોંગ્રેસના સીપી યોગીશ્વર ચેન્નપટના બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

મધ્યપ્રદેશ પેટા ચૂંટણી: બંને બેઠકો પર ભાજપની લીડ  

મધ્યપ્રદેશની વિજયપુર અને બુધની બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે. થોડા સમય પહેલા સુધી બુધનીમાં કોંગ્રેસ આગળ હતી. બુધનીમાં ભાજપના રમાકાંત ભાર્ગવ 3702 મતોથી આગળ છે અને વિજયપુરમાં રામનિવાસ રાવત 5043 મતોથી આગળ છે.

નાંદેડમાં કોંગ્રેસને મોટો ઝટકો 

નાંદેડ લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસના રવિન્દ્ર વસંતરાવ ચવ્હાણ ભાજપના ઉમેદવારથી 12851 મતોથી પાછળ છે. જયારે ભાજપ ઉમેદવાર સંતુત રાવ હંબર્ડે 139012 મત સાથે લીડ કરી રહ્યા છે. 

આસામની ધોલાઈ સીટ પર ભાજપની લીડ 

આસામની ધોલાઈ સીટ પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવાર નિહાર રંજન દાસ 10705 મતોની લીડ સાથે આગળ છે. કોંગ્રેસના ધ્રુબજ્યોતિ પુરકાયસ્થ બીજા સ્થાને છે. તેમને 16698 વોટ મળ્યા છે.

લોકોને યુપીમાં ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ છે - દયાશંકર સિંહ

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી દયાશંકર સિંહે યુપી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી પર કહ્યું, 'લોકોએ ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપ 9માંથી 7 બેઠકો પર આગળ છે... અમને પૂરો વિશ્વાસ છે કે અમે 9માંથી 9 બેઠકો જીતીશું. સમગ્ર દેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને સફળતા મળી રહી છે... લોકોને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં જ દેશ અને રાજ્યનો વિકાસ થઈ શકશે, તેથી ભાજપને મોટી સફળતા મળશે.'

પશ્ચિમ બંગાળમાં છ બેઠક પર પેટા ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં મેદિનીપુર, નૈહાટી, સિતાઈ, તાલડાંગરા, હાડવા, મદારીહાટ એમ છ બેઠક પર પેટા ચૂંટણીની મત ગણતરી થઈ રહી છે.

વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જોરદાર લીડ  

રાહુલ ગાંધીએ વાયનાડ સીટ ખાલી કર્યા બાદ પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. અત્યાર સુધીની ગણતરી મુજબ પ્રિયંકા ગાંધીને 299332 વોટ મળ્યા છે. તેઓ 199117 મતોથી આગળ છે. સીપીઆઈના ઉમેદવાર સત્યન મોકરી 100215 મતથી બીજા સ્થાને છે. ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસને માત્ર 55999 મત મળ્યા છે. તેઓ 243333 મતોથી પાછળ છે.

ઉત્તર પ્રદેશની નવ પૈકી આઠ બેઠક પર ભાજપની જીત નક્કી  

ઉત્તર પ્રદેશની આઠ બેઠક ગાઝિયાબાદ, મીરાપુર, કુંદરકી, ખૈર, સીસામઉ, ફૂલપુર, કટેહરી અને માંઝવામાં ભાજપની જીત નક્કી છે, જ્યારે કરહાલ બેઠક પર સપા આગળ છે. 

ફૂલપુરમાં ભાજપ ઉમેદવાર દીપક પટેલ આગળ

ફુલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના પાંચમા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર દીપક પટેલ 2 હજાર મતોથી આગળ છે.

સીસામઉમાં સપા ઉમેદવાર નસીમ સોલંકી આગળ 

કાનપુરની સીસામઉ વિધાનસભામાં આઠ રાઉન્ડની મત ગણતરી થઈ ચૂકી છે. જેમાં સપા ઉમેદવાર નસીમ સોલંકી 28 હજાર મતથી આગળ છે. 

કટેહરીમાં સમાજવાદી પાર્ટી આગળ 

સપા હવે કટેહરીમાં આગળ વધી છે. કટેહરી ઉપરાંત કરહાલ અને સીસામઉમાં પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કુંડારકી, ગાઝિયાબાદ, મઝવાન સહિત પાંચ સીટો પર બીજેપી-આરએલડી ગઠબંધન આગળ છે.




Google NewsGoogle News