Get The App

પેટા ચૂંટણીમાં I.N.D.I.A.નો સપાટો, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનું ક્લિનસ્વિપ, NDAને ઝટકો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Counting of votes begins for assembly seats in Himachal Pradesh 2024
Image : IANS

By Election Result 2024: સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાંથી તમામ 13 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી બાદ ફરી એકવાર NDA અને I.N.D.I.A ગઠબંધન વચ્ચે ટક્કર જોવા મળી હતી, જો કે આ વખતે I.N.D.I.A ગઠબંધન NDA ભારે પડ્યું છે. પેટાચૂંટણીમાં ભાજપને માત્ર બે બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. તો બિહારની રૂપૌલી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનું ક્લિનસ્વિપ કર્યું છે.

પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો

બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ માત્ર 2 બેઠકો જીતી શકી હતી. જ્યારે કોંગ્રેસ અને ટીએમસીને 4-4 બેઠકો મળી છે. જલંધર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તો બિહારની રૂપૌલી વિધાનસભા બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે.

બેઠક

રાજ્ય

 જીત

પરિણામ

રૂપૌલી

બિહાર

શંકરસિંહ

અપક્ષ

દેહરા

હિમાચલ પ્રદેશ

કમલેશ ઠાકુર

કોંગ્રેસ

હમીરપુર

હિમાચલ પ્રદેશ

આશીષ શર્મા

ભાજપ

નાલાગઢ

હિમાચલ પ્રદેશ

હરદીપ સિંહ

કોંગ્રેસ

અમરવાડા

મધ્યપ્રદેશ

કમલેશ શાહ

ભાજપ

જલંધર

પશ્ચિમ પંજાબ

મોહિન્દર ભગત

આપ

વિક્રાંવંડી

તમિલનાડુ

અન્નીયુર શિવા

ડીએમકે

બદ્રીનાથ

ઉત્તરાખંડ

લખપત સિંહ

કોંગ્રેસ

મંગલોર

ઉત્તરાખંડ

કાઝી મોહમ્મદ

કોંગ્રેસ

રાયગંજ

પ.બંગાળ

ક્રિશ્ના કલ્યાણી

ટીએમસી

રાણાઘાટ દક્ષિણ

પ.બંગાળ

મુકુટમણિ

ટીએમસી

બગડા

પ.બંગાળ

મધુપર્ણા

ટીએમસી

માણિકતલા

પ.બંગાળ

સુપ્તી પાંડે

ટીએમસી


આ રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું

જે સાત રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ મતદાન થયું હતું, તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ બેઠકોના ચૂંટણી પરિણામો આજે જાહેર થશે. હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે શરુઆતના વલણ સામે આવવા લાગશે. પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંડી અને મધ્યની અમરવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વિધાનસભા બેઠકો પર ધારાસભ્યોના અવસાન અથવા રાજીનામાના કારણે ખાલી થવાને કારણે આ પેટા ચૂંટણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં MLC ચૂંટણીનું આવ્યું પરિણામ, જાણો કયાં પક્ષે કેટલી બેઠકો જીતી?

ક્યાં અને કેટલું મતદાન થયું હતું

હિમાચલ પ્રદેશમાં 71 ટકાથી વધુ મતદાન થયું હતું, જેમાં નાલાગઢ મતવિસ્તારમાં સૌથી વધુ 78 ટકા મતદાન નોંધાયું હતું. તો તમિલનાડુની વિકરાવંડી બેઠક પર 77.73 ટકા મતદાન થયું હતું. આ સિવાય મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પર 78.38 ટકા મતદાન નોંધાયું હતું.

પેટા ચૂંટણીમાં I.N.D.I.A.નો સપાટો, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલનું ક્લિનસ્વિપ, NDAને ઝટકો 2 - image


Google NewsGoogle News