ફેસબુક પર હિન્દુ છોકરીને ફોસલાવે છે અને લગ્ન પછી..' લવ જેહાદ પર આ શું બોલ્યાં ભાજપના CM?

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Himanta Biswa Sarma
Image Twitter 

Love Jihad Law in Assam:  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લવ જેહાદને લઈને કાયદો બનાવવાની વાત કરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, "અમારી સરકાર એક કાયદો બનાવી રહી છે કે, જે લવ જેહાદના મામલામાં કડક સજા આપશે." 

ફેસબુક પર તેમનું હિન્દુ નામ રાખીને  છોકરીઓને ફસાવે છે: હિમંતા બિસ્વા

સીએમ હિમંતા બિસ્વાએ કહ્યું, "આસામમાં આ ખૂબ જ સામાન્ય થયું છે, લોકો ફેસબુક પર તેમનું હિન્દુ નામ રાખીને છોકરીઓને ફસાવે છે, અને લગ્ન પછી છોકરીને ખબર પડે છે કે જે છોકરા સાથે લગ્ન કર્યો તે છોકરો હિંદું નથી. પીડિતાને ન્યાય મળવો જોઈએ. તેથી આસામ સરકાર અલગ અલગ કેસોની તપાસ કર્યા બાદ એક કાયદો બનાવવા જઈ રહી છે જે આવા કેસોમાં સજા આપશે."

'લેન્ડ જેહાદ સામે પણ કામ કરશે'

મુખ્યમંત્રી હિંમત બિસ્વાએ રાજ્યમાં જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા પર કહ્યું કે, "આપણે બધા જાણીએ છીએ કે આસામના વિવિધ ભાગોમાં વસ્તી વિષયક ફેરફારોને કારણે, SC, ST જેવા સ્વદેશી સમુદાયો લઘુમતીમાં આવી ગયા છે. અને તેમની મિલકતોનો પણ શંકાસ્પદ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખરીદવામાં આવી રહી છે."

અમે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે કામ કરીશું: હિમંતા બિસ્વા

તેમણે વધુમાં કહ્યું કે, "આસામમાં જો તમે બરપેટા, ધુબરીમાં જશો તો, તમને આવા અનેક ઉદાહરણો જોવા મળશે, કે જ્યાં લોકોએ કેવી રીતે તેમની જમીન અને મિલકત ગુમાવી છે. તેથી અમે એક કાયદો લાવી રહ્યા છીએ. કે જે આવા વેચાણ પર પ્રતિબંધ મૂકશે. SC પોતાની જમીન માત્ર SCને જ વેચશે, ST પોતાની જમીન માત્ર STને જ વેચશે. અને OBC ફક્ત OBC ને જ વેચી શકશે. અમે લવ જેહાદ અને લેન્ડ જેહાદ સામે કામ કરીશું."


Google NewsGoogle News