સ્મશાનયાત્રામાં નહીં જઈએ, કબ્રસ્તાનમાં પણ જગ્યા નહીં મળે... આસામ ગેંગરેપના આરોપી મુદ્દે ગામનો નિર્ણય

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
સ્મશાનયાત્રામાં નહીં જઈએ, કબ્રસ્તાનમાં પણ જગ્યા નહીં મળે... આસામ ગેંગરેપના આરોપી મુદ્દે ગામનો નિર્ણય 1 - image


Assam Nagaon Gang Rape Case : આસામમાં એક સગીર બાળકી પર બળાત્કારનો મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસના જાપ્તામાંથી ભાગીને ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગમાં આવેલા એક તળાવમાં કૂદી ગયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને 'ક્રાઈમ સીન'ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આસામ સામુહિક દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો, તળાવમાં કૂદીને કરી આત્મહત્યા

પોલીસે આ અંગે માહિતી આપતા કહ્યું કે, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો અને તળાવમાં કૂદી પડ્યો  હતો. જેથી પોલીસે તાત્કાલિકને શોધવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.'' આ દરમિયાન આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કારમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે તેમજ તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 

સ્થાનિક લોકોનો મોટો નિર્ણય

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગામના સ્થાનિક હેવાસી સકલૈને જણાવ્યું હતું કે, ‘અમે નક્કી કર્યું છે કે આ ગુનેગારના અંતિમ સંસ્કારમાં ભાગ નહીં લઈએ. તેમજ અમે તેના પરિવારને પણ સમાજથી અલગ કરી દીધો છે.. અમે ગુનેગારો સાથે રહેવા નથી માંગતા.’

આ પણ વાંચો: ડોક્ટર પર રેપ-હત્યાનો આરોપી સંજય 'પાશ્વી' વૃત્તિવાળો, કૃત્યનો જરા પણ પસ્તાવો નથી

તો અન્ય એક સ્થાનિક રહેવાસી અસદુદ્દીન અહેમદે કહ્યું, ‘આરોપીના આવા ગુનાઇત કૃત્યથી અમે શરમમાં મૂકાઈ ગયા છીએ. તેને ગુનો માફ કરવા લાયક નથી. જ્યારે અમને ખબર પડી કે ગુનેગાર મૃત્યુ પામ્યો છે, ત્યારે અમે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપીએ. અને તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી નહીં આપીએ.’

પોલીસ જાપ્તામાંથી ભાગી તળાવમાં કૂદી પડ્યો હતો

નાગાંવના પોલીસ અધિક્ષક (SP) સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે, આરોપીએ એક પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. અને પોલીસ કસ્ટડીમાંથી ભાગીને તળાવમાં કૂદી પડ્યો હતો. જેથી અમે તાત્કાલિક SDRFને જાણ કરી હતી. તરત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને લગભગ બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમા એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે, અને શુક્રવારે રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડીને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

પીડિતા ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી

ધીંગમાં ગત ગુરુવારે સાંજે 14 વર્ષની બાળકી પર ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા ટ્યુશન ભણીને ઘરે પરત ઘરે આવી રહી હતી. આરોપીઓ પીડિતાને ઘાયલ અવસ્થામાં  રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસે છોડીને ભાગી ગયા હતા. જે પછી સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી હતી

આ પહેલા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે ‘દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરમાએ તાત્કાલિક રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ઘટનાસ્થળની મુલાકાત લેવા અને ઘટનાની તપાસ કરવા માટે એક મંત્રીને નાગાંવ હોસ્પિટલમાં મોકલ્યા હતા જેમણે પીડિતાની તબિયત વિશે પૂછપરછ કરી હતી.’


Google NewsGoogle News