Get The App

પત્નીના મોતના આઘાતમાં આસામના ગૃહ સચિવની આત્મહત્યા, હોસ્પિટલમાં પોતાને જ મારી ગોળી

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
પત્નીના મોતના આઘાતમાં આસામના ગૃહ સચિવની આત્મહત્યા, હોસ્પિટલમાં પોતાને જ મારી ગોળી 1 - image


Assam Home Secretary Shiladitya Chetia Commits Suicide : આસામના ગૃહ સચિવ સિલાદિત્ય ચેતિયાએ એક ખાનગી હોસ્પિટલમાં પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. તેમણે પત્નીના મોતના આઘાતમાં આવી આ દુઃખદ પગલું ભર્યું છે. પોલીસે જણાવ્યું કે, ચેતિયાએ ગુવાહાટીની એક ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં આત્મહત્યા કરી છે. તેમની પત્નીનું લાંબી બિમારીને કારણે મંગળવારે નિધન થયું હતું. તેમના પત્નીને બ્રેન ટ્યૂમર હતું, જેના કારણે તેઓ ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

સર્વિસ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2009ની બેંચના આઈપીએસ અધિકારી ચેતિયાએ આઈસીયુમાં આત્મહત્યા કરી હતી. તેમણે સર્વિસ રિવોલ્વરથી પોતાને જ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

અધિકારી અને કમાન્ડન્ટ તરીકે ચેતિયાનું અભૂતપૂર્વ યોગદાન

ઉલ્લેખનીય છે કે, સિલાદિત્ય ચેતિયા વર્તમાનમાં આસામના ગૃહ સચિવની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ પહેલા તેમણે તિનસુકિયા અને સોનિતપુર જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ અદા કરી હતી. આ ઉપરાંત તે પહેલા તેમણે આસામ પોલીસની ચોથી બટાલિયનના કમાન્ડન્ટ તરીકે જવાબદારી સંભાળી હતી.

આસામના પોલીસ મહાનિર્દેશક શોક વ્યક્ત કર્યો

આસામના પોલીસ મહાનિર્દેશક જે.પી.સિંહે એક્સ પર માહિતી આપી છે કે, આસામના ગૃહ સચિવ શિલાદિત્ય ચેતિયાએ આજે સાંજે આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટરોએ થોડી મિનિટો પહેલા જ ચેતિયાના પત્નીનું મોત થયું હોવાની જાહેર કર્યું હતું. તેમના પત્ની લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના પત્નીનું નિધન અને તેમની આત્મહત્યાના કારણે આસામ પોલીસ શોકમાં છે.


Google NewsGoogle News