Get The App

'3થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ નહીં', ભાજપ શાસિત રાજ્યના CMની જાહેરાત

જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ પર આ મર્યાદા લાગુ પડશે

જ્યારે એસસી અને એસટી કેટેગરીની મહિલાઓ માટે આ મર્યાદા 4 બાળકોની રહેશે

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
'3થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ નહીં', ભાજપ શાસિત રાજ્યના CMની જાહેરાત 1 - image


Assam BJP News | આસામમાં રાજ્ય સરકારે વસ્તી નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ માત્ર નાના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે મહિલાઓ માટે મહિલા આંત્રપ્રિન્યોરશિપ અછોની યોજના શરૂ કરી હતી.

કઈ શરતો લાગુ કરી 

મુખ્યમંત્રી સરમાએ મીડિયાને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યમાં સ્વ-સહાય જૂથોની 39 લાખ મહિલાઓને ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં યોજના હેઠળ વ્યવસાય કરવા માટે કેટલીક શરતો સાથે નાણાકીય સહાય આપવામાં આવશે. તેના માટે 145 બિઝનેસ મોડલ પસંદ કરવામાં આવ્યા છે. આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજના અમુક શરતો સાથે લવાઈ છે, જેમાં તેઓના બાળકોની સંખ્યાની મર્યાદાનો સમાવેશ થાય છે. શરતો અનુસાર, જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમના ત્રણથી વધુ બાળકો ન હોવા જોઇએ. આ સાથે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની રહેશે. 

સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે શું જરૂરી? 

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા અભિયાન (MMU)ની જાહેરાત કરી. આ જાહેરાત 2021 માં તેમની એ જાહેરાતને અનુરૂપ છે કે રાજ્ય સરકાર ચોક્કસ રાજ્ય-ભંડોળવાળી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે બે-બાળક નીતિ અપનાવશે. જો કે, એમએમયુએ સ્કીમ માટેના ધોરણો હાલ પૂરતાં હળવા કરાયા છે. મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ જે એસટીનો દરજ્જો માંગી રહ્યા છે તેમની સામે પણ ચાર બાળકોની મર્યાદા લાદવામાં આવી છે.

'3થી વધુ બાળક ધરાવતી મહિલાને સરકારી યોજનાનો લાભ નહીં', ભાજપ શાસિત રાજ્યના CMની જાહેરાત 2 - image


Google NewsGoogle News