Get The App

આસામમાં મોટી કાર્યવાહી, 8 બાળકો સહિત 17 બાંગ્લાદેશીને કાઢી મૂક્યાં, મુખ્યમંત્રીએ આપી માહિતી

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Bangladeshis Arrested in Assam


Bangladeshis Arrested in Assam: આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આસામમાંથી 17 બાંગ્લાદેશીને કાઢી મૂકવામાં આવ્યા છે. જેમાં આઠ બાળકો અને નવ લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમજ આ બાંગ્લાદેશીઓના નામ પણ જાહેર કર્યા છે. જેમાં હારુલ લામીન, ઉમાઈ ખુનસુમ, મોહમ્મદ ઈસ્માઈલ, સંસીદા બેગમ, રૂફિયા બેગમ, ફાતિમા ખાતુન, મોઝુર રહેમાન, હબી ઉલ્લાહ અને સોબીકા બેગમનો સમાવેશ થાય છે.

5 સપ્ટેમ્બરે પણ ઘુસણખોરોની કરી હતી ધરપકડ 

અગાઉ 5 સપ્ટેમ્બરે અધિકારીઓએ પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ તમામ આસામના કરીમગંજ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પણ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર પોસ્ટ કરીને તેમના વિશે માહિતી આપી હતી અને લખ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સતર્ક પોલીસે ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા અને બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. 

બાંગ્લાદેશની હિંસાને ધ્યાને લેતા આસામ પોલીસ પણ હાઈ એલર્ટ પર

બીએસએફ દ્વારા ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર સતર્કતા વધારી છે. તેમજ શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશમાં ઘણી હિંસા થઈ હતી. આ ઘટના પછી ઘણા લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. આ બાંગ્લાદેશીઓ ભારતના સરહદી રાજ્યોમાં આશ્રય લઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા આસામ પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. 

આ પણ વાંચો: 'વિવાહિત મહિલા લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ ન કરી શકે...' બોમ્બે હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન

આ બાબતને ધ્યાનમાં લેતા કોઈ બાંગ્લાદેશી ભારતમાં ઘુસણખોરી ન કરે તે માટે કેન્દ્ર સરકાર સખત વલણ ધરાવે છે અને આ અંગે કાર્યરત પણ છે. જેને લઈને BSFએ બાંગ્લાદેશ સાથેની 92 કિમી સરહદ પર દેખરેખ વધારી દીધી છે. આસામ પોલીસ પણ રાજ્યની સરહદ પર બીએસએફને મદદ કરી રહી છે.

આસામમાં મોટી કાર્યવાહી,  8 બાળકો સહિત 17 બાંગ્લાદેશીને કાઢી મૂક્યાં, મુખ્યમંત્રીએ આપી માહિતી 2 - image


Google NewsGoogle News