Get The App

મુસ્લિમ વસ્તી અંગે આસામ સીએમના નિવેદનથી રાજકારણ ગરમાયું

વિપક્ષે ઉઠાવ્યો સવાલ વસ્તી ગણતરી થઇ નથી તો આંકડો કયાંથી આવ્યો ?

આસામમાં મુસ્લિમ આબાદી રાજયમાં ૪૦ ટકા જેટલી વધી ગઇ છે.

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
મુસ્લિમ વસ્તી અંગે આસામ સીએમના નિવેદનથી રાજકારણ ગરમાયું 1 - image


નવી દિલ્હી,૧૮ જુલાઇ,૨૦૨૪, ગુરુવાર 

આસામમાં વધતી જતી મુસ્લિમ વસ્તી અંગે મુખ્યમંત્રી હિમંત વિસ્વ સરમાના નિવેદનથી હલચલ પેદા થઇ છે. આસામના મુખ્યમંત્રીઓ દાવો કર્યો હતો કે મુસ્લિમ આબાદી રાજયમાં ૪૦ ટકા જેટલી વધી ગઇ છે. પૂર્વોત્તર રાજયમાં ડેમોગ્રાફીને લગતું સૌથી મોટું પરિવર્તન છે. આસામના મુખ્યમંત્રી તરીકે આ પરિવર્તનને તેમને ગંભીર ગણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર મારા રાજયમાં મુસ્લિમ વસ્તી ૧૯૫૧માં ૧૨ ટકા હતી જે વધીને ૪૦ ટકા થઇ છે. મારા માટે આ કોઇ રાજકીય મુદ્વો નથી પરંતુ જીવન મરણનો સવાલ છે. હિમંત વિસ્વ સરમાના નિવેદન અંગે ટીએમસી નેતા સુષ્મિતાદેવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ તથ્ય સાવ જ ખોટા છે. સરકારી આંકડા મુજબ આસામમાં ૧૯૫૧માં ૨૫ ટકા મુસલમાન હતા.આસામના મુખ્યમંત્રીને જણાવવા ઇચ્છુશું કે ૨૦૨૧માં વસ્તી ગણતરી થવાની હતી જે હજુ પણ થઇ નથી.

આવી પરીસ્થિતિમાં ૪૦ ટકાનો આંકડો આવ્યો કયાંથી ?આસામ એક બોર્ડર રાજય છે. બાંગ્લાદેશ સાથે સરહદ જોડાયેલી હોવાથી ભાગલા પછી અનેક લોકો બાંગ્લાદેશથી અહીં રહેવા આવી ગયા હતા. આપ ડબલ એન્જીન સરકાર હજુ પણ બોર્ડર સીલ કરી શકયા નથી. બોર્ડરને સીલ કરવાનું કામ માત્ર ૧૭ ટકા જેટલું જ થયું છે. છેલ્લા ૨૦ વર્ષથી આ કાર્ય ચાલી રહયું છે. દેશમાં દરેક ધર્મના લોકો રહે છે આથી ભડકાવનારા નિવેદનો બંધ કરી દેવા જોઇએ.


Google NewsGoogle News