Israel-Hamas War: હમાસનું સમર્થન કરનારા લોકો આતંકવાદના સમર્થક- CM હિંમત બિસ્વા સરમા

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
Israel-Hamas War: હમાસનું સમર્થન કરનારા લોકો આતંકવાદના સમર્થક- CM હિંમત બિસ્વા સરમા 1 - image


Image Source: Twitter

- કોંગ્રેસે પેલેસ્ટાઈનનું સમર્થન કરતા સીએમ હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસની તુલના પાકિસ્તાન સાથે કરી નાખી હતી

નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

Israel Gaza Attack: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ ઘણા નેતાઓએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને નિવેદનો આપ્યા છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જે લોકો ઈઝરાયલ સામેના યુદ્ધમાં પેલેસ્ટિનિયન સંગઠન હમાસનું સમર્થન કરી રહ્યા છે તેઓ આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. 

હમાસનું સમર્થન કરનારા પર સાધ્યુ નિશાન

સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, કોઈએ પણ હમાસનું સમર્થન ન કરવું જોઈએ. હમાસનું સમર્થન કરવું એટલે આતંકવાદનું સમર્થન કરવા બરાબર છે. જે લોકો તેમના સમર્થનમાં ઉભા છે તેમની સાથે કડક કાર્યવાહી થવી જોઈએ.

PM મોદીએ કર્યું હતુ ઈઝરાયેલનું સમર્થન

ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને દેશના ઘણા નેતાઓ ઈઝરાયલ વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. ઘણા નેતાઓએ ઈઝરાયેલને જૂના દિવસો યાદ અપાવવાની વાત પણ કરી હતી. હમાસના હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું સમર્થન કરતા કહ્યું હતું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી હું સ્તબ્ધ છું. અમારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે એકજૂઠ ઉભા છીએ.

કોંગ્રેસની તુલના પાકિસ્તાન સાથે કરી હતી

આ અગાઉ કોંગ્રેસે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને પેલેસ્ટાઈનનું સમર્થન કરતો ઠરાવ પસાર કર્યો હતો. જે બાદ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વલણ પર નિશાન સાધતા પાર્ટીની તુલના પાકિસ્તાન સાથે કરી નાખી હતી.


Google NewsGoogle News