Get The App

બાળલગ્નના આરોપમાં એક જ રાતમાં 416 લોકોની ધરપકડ, હિમંતા સરકારે કહ્યું- ..તો છોડીશું નહીં

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
બાળલગ્નના આરોપમાં એક જ રાતમાં 416 લોકોની ધરપકડ, હિમંતા સરકારે કહ્યું- ..તો છોડીશું નહીં 1 - image


Child Marriage In Assam: આસામની હિમંતા બિસ્વા સરમા સરકાર બાળલગ્ન સામે કડક કાર્યવાહી કરી રહી છે. બાળલગ્ન સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે, આસામ પોલીસે શનિવારે (21મી ડિસેમ્બર) રાત્રે 416 લોકોની ધરપકડ કરી હતી અને 335 કેસ નોંધ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોને રવિવાર (22મી ડિસેમ્બર) કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

'બાળલગ્ન જેવા દુષણનો અંત લાવવાનું ચાલુ રાખીશું'

બાળલગ્નને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રાખીશું. ગઈકાલે રાત્રે શરૂ કરવામાં આવેલા ઓપરેશનના ત્રીજા તબક્કામાં 416 ધરપકડ કરવામાં આવી હતી અને 335 કેસ નોંધાયા હતા. અમે આ સામાજિક દુષણને ખતમ કરવા માટે સાહસિક પગલાં લેવાનું ચાલુ રાખીશું.'

આસામમાં બાળલગ્નના ઘણા કિસ્સાઓ સામે આવ્યા

17મી જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસના રોજ જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે બાળલગ્નના કેસોમાં કાનૂની હસ્તક્ષેપ પર આસામ સરકારનો ભાર હવે દેશના બાકીના ભાગો માટે રોલ મોડેલ બની ગયો છે. આસામ સરકારની આ કાયદાકીય વ્યૂહરચનાથી વર્ષ 2021-22 અને 2023-24 વચ્ચે રાજ્યના 20 જિલ્લાઓમાં બાળલગ્નમાં 81 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: આંબેડકરના અપમાન વિરુદ્ધ કોંગ્રેસની દેશવ્યાપી આંદોલનની જાહેરાત, દરેક જિલ્લામાં રેલી કાઢશે


વર્ષ 2024ની શરૂઆતમાં હિમંતા બિસ્વા સરમાની સરકારે એક મોટો નિર્ણય લીધો અને આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ1935ને રદ કર્યો. જ્યારે આ મુદ્દા પર આસામ વિધાનસભાની અંદર હંગામો શરૂ થયો અને વિરોધ પક્ષોએ પૂછ્યું કે તેની શા માટે જરૂર છે, ત્યારે મુખ્યમંત્રી હિમંતાએ જણાવ્યું હતુ કે 'જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આસામમાં બાળ લગ્ન નહીં થવા દઉં.'

બાળલગ્નના આરોપમાં એક જ રાતમાં 416 લોકોની ધરપકડ, હિમંતા સરકારે કહ્યું- ..તો છોડીશું નહીં 2 - image


Google NewsGoogle News