'BJPને વોટ આપનારા 2-3થી વધુ બાળકો પેદા ન કરે...' આસામના CM હિમંતાનું નિવેદન ચર્ચામાં

હિમંતા બિશ્વ સરમાએ મિયાંઓને કહ્યું કે અમને આગામી 10 વર્ષ સુધી તમારા વોટ નથી જોઈતાં

કહ્યું - પહેલાં પરિવાર નિયોજનનું પાલન કરો, બાળ લગ્ન અટકાવો અને કટ્ટરવાદ છોડી દો પછી વોટ માગશું

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
'BJPને વોટ આપનારા 2-3થી વધુ બાળકો પેદા ન કરે...' આસામના CM હિમંતાનું નિવેદન ચર્ચામાં 1 - image

આસામના મુખ્યમંત્રી (assam chief minister) હિમંતા બિશ્વ સરમા (himanta biswa sarma) એ કહ્યું કે ભાજપ (BJP) ને આગામી 10 વર્ષો સુધી ચાર (નદીના રેતાળ) ક્ષેત્રોમાં રહેતા 'મિયાં' લોકોના વોટોની જરૂર નથી. હિમંતા સરમાએ કહ્યું કે આ લોકોએ બાળલગ્ન જેવી પ્રથાઓ છોડીને પોતાનામાં સુધારો લાવવો પડશે. જોકે સરમાએ કહ્યું 'મિયાં' (miya) લોકો તેમનું, પીએમ મોદી (PM Modi) નું અને ભાજપનું સમર્થન કરે છે અને તે તેમને વોટ આપ્યા વિના ભગવા બ્રિગેડ (Bhagwa Brigade) ની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખી શકે છે. 

મિયાં શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે વપરાતો શબ્દ છે

એક સવાલના જવાબમાં હિમંતા સરમાએ કહ્યું કે ભાજપ લોક કલ્યાણ કરશે અને તે અમારું સમર્થન કરશે. પણ તેઓએ અમને વોટ આપવાની જરૂર નથી. અમારું સમર્થન કરવામાં કોઈ બદી નથી. તેમને હિંમતા બિશ્વ સરમા, મોદી અને ભાજપ માટે જિંદાબાદની નારેબાજી કરવા દો. મિયાં શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે વપરાતો શબ્દ છે. 

ચૂંટણી અંગે કહી મોટી વાત 

મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે તો હું ખુદ તેમને આગ્રહ કરીશ કે તેઓ અમને વોટ ન આપે. જ્યારે તમે પરિવાર નિયોજનનું પાલન કરશો, બાળ લગ્ન અટકાવશો અને કટ્ટરવાદ છોડી દેશો ત્યારે તમે અમને વોટ આપજો. આ બધું થવામાં 10 વર્ષ લાગશે. હાલ નહીં પણ 10 વર્ષ પછી તમારા વોટ માગીશું. તેમણે કહ્યું કે મને અને ભાજપને વોટ આપનારા લોકોએ બે કે ત્રણથી વધુ બાળકો પેદા ન કરવા જોઈએ. તમારી દીકરીઓને સ્કૂલે મોકલો, બાળ લગ્ન ન કરાવશો અને કટ્ટરવાદી છોડી સૂફીવાદ અપનાવો. 

  'BJPને વોટ આપનારા 2-3થી વધુ બાળકો પેદા ન કરે...' આસામના CM હિમંતાનું નિવેદન ચર્ચામાં 2 - image




Google NewsGoogle News