Get The App

કંગનાને પુછો એને રેપનો અનુભવ છે, અકાલી નેતાનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં

કિસાન આંદોલનમાં રેપ થયા હોવાનું કંગનાએ નિવેદન કર્યુ હતું

અકાલી નેતાએ પ્રતિ જવાબમાં કંગના માટે વાંધાજનક ઉચ્ચારણો કર્યા

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
કંગનાને પુછો એને રેપનો અનુભવ છે, અકાલી નેતાનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં 1 - image


ચંદિગઢ, 30ઓગસ્ટ,2024, શુક્રવાર  

બોલીવુડ એકટ્રેસ અને ભાજપની સાંસદ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોના લીધે ચર્ચામાં રહે છે. કંગનાએ થોડાક દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં કિસાન આંદોલન દરમિયાન રેપ થયા હોવાનો આરોપ મુકતા સનસનાટી મચી ગઇ હતી.  આ નિવેદન પછી વિપક્ષો અને કિસાન સંગઠનના નેતાઓ ધૂવાંપૂવા થયા હતા.

હવે અકાલીદળના નેતા સિમરનજીતસિંહે એ વિવાદાસ્પદ બયાન આપતા જણાવ્યું છે કે રેપને લઇને કંગનાને જ પુછવું જ જોઇએ,કારણ કે રેપનો તેને ખૂબ અનુભવ છે. અકાલીદળના નેતાના કંગના અંગેના આપત્તિજનક શબ્દોથી વિવાદ વકરે તેવી શકયતા છે. સિમરનજીતસિંહે હરિયાણામાં ચુંટણી લડવાની પોતાની જાહેરાત કરતા હતા ત્યારે કંગનાને લઇને વાંધાજનક નિવેદન આપ્યું હતું.

તેમણે વધુમાં એમ પણ કહયું હતું કે આઝાદીની વકિલાત કરનારાને સરકાર ટાર્ગેટ કરી રહી છે.અકાલી દળના નેતાએ પોતાના સમર્થકો છેલ્લા ૩૦ વર્ષથી જેલમાં છે તેમને મુકત કરવાની પણ માંગણી કરી હતી. અકાલીદળના નેતાના વિવાદાસ્પદ નિવેદન પર કંગના રનૌતે પલટવાર કરતા જણાવ્યું હતું કે આ દેશ રેપને મહત્વહિન બનાવવાનું કયારેય બંધ કરશે નહી. આજે મને રેપની ધમકીઓ મળી રહી છે કે કંગનાને રેપ વિશે જાણે છે. આવી રીતે મારા અવાજને દબાવી શકાશે નહી.



Google NewsGoogle News