7 વર્ષ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે એશિયાનું સૌથી મોટું કાગળનું કારખાનું

Updated: Aug 24th, 2022


Google NewsGoogle News
7 વર્ષ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે એશિયાનું સૌથી મોટું કાગળનું કારખાનું 1 - image


- નેપાનગરના 1,000 પરિવારોને ફરી રોજગાર મળવાનું શરૂ થશે

બુરહાનપુર, તા. 24 ઓગષ્ટ 2022, બુધવાર

કાગળના ઉત્પાદન મામલે એક સમયનું એશિયાનું સૌથી વિશાળ કારખાનું ગણાતી નેપા મિલ 7 વર્ષ બાદ ફરી ધમધમતી થઈ ગઈ છે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડેએ ગત મંગળવારના રોજ બટન દબાવીને નેપા મિલના નવા પ્લાન્ટ્સનો ફરી આરંભ કર્યો હતો. કુલ 469 કરોડ રૂપિયામાં નેપા મિલનું રિનોવેશન કરવામાં આવ્યું છે. મિલ ફરી શરૂ થવાની સાથે જ મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા નેપાનગરના એક હજાર પરિવારોને ફરી રોજગારી મળવાનું શરૂ થઈ જશે. 

નેપા મિલમાં બનશે 2 પ્રકારના પેપર

75 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતી આ મિલમાં 2 પ્રકારના કાગળ તૈયાર કરવામાં આવશે. પહેલા પ્રકારમાં ન્યૂઝ પેપર માટે 44.45 જીએસએમના કાગળ તૈયાર થશે. તેને વેસ્ટ કાગળમાંથી લુગ્દી તૈયાર કરીને બનાવવામાં આવશે. જ્યારે બીજું રાઈટિંગ પ્રિન્ટિંગ પેપર તૈયાર કરવામાં આવશે. તેમાં કોટેડ પુસ્તકો, સારી ગુણવત્તાના જૂના ઓફિસ પેપર અને અન્ય ઈન્ડિયન રિસાઈકલ પેપરનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવશે. તે 60થી 80 જીએસએમના હશે. 

પહેલા મિલની ઉત્પાદન ક્ષમતા 88 હજાર મેટ્રિક ટન પ્રતિવર્ષની હતી. હવે રિનોવેશન બાદ પ્લાન્ટમાં દર વર્ષે 1 લાખ મેટ્રિક ટનથી પણ વધારે કાગળનું ઉત્પાદન કરી શકાશે અને તે માટે ત્યાં આધુનિક મશીનો પણ લગાવવામાં આવ્યા છે. 


Google NewsGoogle News