VIDEO : એશિયન ગેમ્સમાં ચીની ખેલાડીનું ચિટિંગ પકડાતા મેડલ છિનવાયો, ભારતને થયો ફાયદો

ચીનના હાંગઝોઈમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

ભારતને અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 52 મેડલ પોતાના નામે કર્યા

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
VIDEO : એશિયન ગેમ્સમાં ચીની ખેલાડીનું ચિટિંગ પકડાતા મેડલ છિનવાયો, ભારતને થયો ફાયદો 1 - image

નવી દિલ્હી, તા.01 ઓક્ટોબર-2023, રવિવાર

ચીનમાં યોજાઈ રહેલ એશિયન ગેમ્સ (Asian Games 2023)માં અત્યાર સુધીમાં ભારતીય ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ગેમ્સના 8માં દિવસે ભારતે એક ડઝનથી વધુ ગોલ્ડ જીત્યા છે. આજે એશિયન ગેમ્સમાં યજમાન ચીનની એથલીટની બેઈમાની સામે આવી છે. ભારતના વિરોધ બાદ ચીનની એથલીટના હાથમાંથી મેડલ છિનવી લેવાયું છે અને ભારતને તેનો ફાયદો મળ્યો છે.

VIDEO : એશિયન ગેમ્સમાં ચીની ખેલાડીનું ચિટિંગ પકડાતા મેડલ છિનવાયો, ભારતને થયો ફાયદો 2 - image

ચીની ખેલાડીએ ફૉલ્સ સ્ટાર્ટ લેતા મેડલ ગુમાવ્યું

ચીનમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સના 8માં દિવસે જ્યોતિ યારાજી (yothi Yarraji)એ ભારતને 52મો મેડલ અપાવ્યો છે. જ્યોતિએ 100 મીટર હર્ડલ રેસમાં કાંસ્ય પદક જીત્યો છે. આ ઈવેન્ટમાં ચીનની ખેલાડીએ બેઈમાની કરી, જે ખુલાસો થતાં ભારતીય અધિકારીઓ અને રમત-ગમત અધિકારીઓએ તપાસ કરી કાર્યવાહી પણ કરી... ચીનની ખેલાડી યન્ની વૂ (Yanni Wu)એ 100 મીટર હર્ડલ રેસ દરમિયાન ફૉલ્સ સ્ટાર્ટ લીધું હતું. આ ભુલના કારણે જ તેણે મેડલ ગુમાવ્યો પડ્યો...

એશિયન ગેમ્સમાં ભારતની અડધી સદી

ચીનના હાંગઝોઈમાં રમાઈ રહેલ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતને અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 21 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 52 મેડલ પોતાના નામે કર્યા છે. આજે શૉટ પુટ (ગોલા ફેંક)માં તેજિંદર પાલ સિંહ તૂર અને અવિનાશ સાબલેએ 3000 મીટર સ્ટીપલચેજમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

VIDEO : એશિયન ગેમ્સમાં ચીની ખેલાડીનું ચિટિંગ પકડાતા મેડલ છિનવાયો, ભારતને થયો ફાયદો 3 - image


Google NewsGoogle News