હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી 1 - image


Image Source: Twitter

- PM મોદીએ ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે અનેક આરોપો લગાવ્યા

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર 2023, બુધવાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, રાજસ્થાનમાં હવે પછી ક્યારેય અશોક ગેહલોતની સરકાર નહીં બનશે. 

પીએમ મોદીએ આજે રાજસ્થાનના ડૂંગરપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. સાગવાડામાં આયોજિત વિશાળ જનસભામાં તેમણે અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે અનેક આરોપો લગાવ્યા. આ સાથે જ પીએમ મોદીએ અશોક ગેહલોત અંગે ભવિષ્યવાણી પર કરી નાખી. તેમણે કહ્યું કે, આજે હું એક ભવિષ્યવાણી કરવા માગુ છું કે આ વખતે તો નહીં જ પરંતુ હવે પછી ક્યારેય પણ રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર નહીં બનશે. આ માવજી મહારાજની ધરતી પરથી બોલવામાં આવેલા શબ્દો ક્યારેય ખોટા નહીં પડે. 

વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જે ધરતીને સટીક ભવિષ્યવાણી માટે માવજી મહારાજના આશીર્વાદ મળ્યા છે. ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપની સરકાર બની રહી છે. આ એ ધરતી છે જેણે એવા વીરોને પેદા કર્યા છે જેમણે મહારાણા પ્રતાપની ખ્યાતિ વધારવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે હું માવજી મહારાજ જીના આશીર્વાદ લઈને એક ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. આ પવિત્ર ધરતીની તાકાત છે કે, મારા મનમાં વિચાર આવ્યો છે અને હું માવજી મહારજની માંગીને એ હિમ્મત કરી રહ્યો છું. હવે રાજસ્થાનમાં ક્યારેય પણ અશોક ગેહલોતની સરકાર નહીં બનશે. 


Google NewsGoogle News