VIDEO: ‘કોંગ્રેસની સરકારમાં પણ રામ મંદિર બની ગયું હોત કારણ કે...’ અશોક ગેહલોતનો મોટો દાવો
Ashok Gehlot in Amethi : ઉત્તર પ્રદેશના અમેઠીમાં જનસભા ગજવી રહેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે (Ashok Gehlot) અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિર (Ram Mandir) મુદ્દે કોંગ્રેસના બચાવ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે. ગેહલોતે અમેઠી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માના સમર્થનમાં આજે જનસભા સંબોધી હતી. આ બેઠક પર કિશોરી લાલ શર્મા સામે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં છે.
‘યુપીએ સરકાર હોત તો પણ રામ મંદિર બની ગયું હોત’
અયોધ્યામાં યોજાયેલા રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના અનેક દિગ્ગજ મહાનુભાવો પધાર્યા હતા, પરંતુ કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ભાજપ (BJP)નો કાર્યક્રમ કહી આમંત્રણનો અસ્વિકાર કરતા તેની ભારે ટીક થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસે વારંવાર કહેતી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિર બનાવાયું છે. જોકે ગેહલોતે અમેઠીની જનસભામાં રામ મંદિર અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્રમાં માત્ર એનડીએ જ નહીં, પરંતુ યુપીએ સરકાર હોત તો પણ રામ મંદિર બની ગયું હોત.’ તેમણે આ અંગે મોટું કારણ પણ જણાવ્યું છે.
‘કોંગ્રેસની સરકાર આવવાથી રામ મંદિર પર કોઈ ખતરો નથી’
તેમણે ભાજપના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, ‘કોંગ્રેસની સરકાર આવવાથી રામ મંદિર પર કોઈ ખતરો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે અને તેઓ ચૂંટણી જીતવા માટે કોઈપણ હદ વટાવી શકે છે.’
‘સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બન્યું છે’
ગેહલોતે કહ્યું કે, ‘રામ મંદિર પર કોઈપણ ખતોર નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બન્યું છે. તેઓ ભ્રમમાં છે. જો એનડીએની સરકારના બદલે યુપીએની સરકાર હોત તો પણ મંદિર બન્યું હોત, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે. તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. તેમના ભ્રમમાં કોઈ ફસાવાનું નથી. મોદીજી અસત્ય બોલે છે. પ્રજા સમજી ગઈ છે કે, ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન કોઈપણ હદ વટાવી શકે છે.’