‘હું CM પદ છોડવા માંગુ છું પણ...’ રાજસ્થાન ચૂંટણી પહેલા અશોક ગેહલોતનું મોટું નિવેદન

અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
‘હું CM પદ છોડવા માંગુ છું પણ...’ રાજસ્થાન ચૂંટણી પહેલા અશોક ગેહલોતનું મોટું નિવેદન 1 - image


Rajasthan Election 2023 : અગામી મહિનામાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. જેને લઇ બધા પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. એવામાં આ વખતે જોવાનું છે કે, કોંગ્રેસ કેવી રીતે  અશોક ગેહલોત અને સચિન પાયલોટને સાથે લઈને એક મંચ પર ચાલે છે. હાલમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત તેના એક નિવેદનને લઇ ચર્ચાનો વિષય બન્યા છે. ગેહલોતે કહ્યું કે, લગભગ મને મુખ્યમંત્રી પદ છોડશે નહીં. આ નિવેદનથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારી પેશ કરી રહ્યા છે. 

અશોક ગેહલોતે કેન્દ્ર પર નિશાન સાધ્યું

આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોતે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. ગેહલોતે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. ઉપરાંત તેમને જયારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ વિધાનસભા જીતશે તો શું તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે જેના જવાબમાં તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમના પર ભરોષો કરે છે.  

આ પદ મને છોડતું નથી.....અશોક ગેહલોત

ગેહલોતે મુખ્યમંત્રીના પદને લઈ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી એવી અટકળો લાગવામાં આવી રહી છે કે ગેહલોતે ફરી એક વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લઇ શકે છે. તેમણે કહ્યું કે,  હું ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી બન્યો હવે હું ભગવાનને એવી પ્રાર્થના ચોથી વખત મને મુખ્યમંત્રી ન બનાવે. તેમણે કહ્યું કે- મારે મુખ્યમંત્રી પદ છોડવું છે પણ આ પદ મને છોડતું નથી. ગેહલોતે કહ્યું કે, હાઈકમાન્ડને મારા પર ખૂબ વિશ્વાસ છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો મારા પર આટલો ભરોસો કરવા પાછળ કોઈ કારણ હશે.


Google NewsGoogle News