અલીગઢ હત્યા-રેપ કાંડ : અસલમે અગાઉ બે સગીરા સાથે જઘન્ય કૃત્ય કર્યાનો ઘટસ્ફોટ

- 2014 અને 2017માં અસલમ વિરુદ્ધ પોક્સો અંતર્ગત કેસ દાખલ થઇ ચુક્યા છે

- પિતા પાસેથી 10 હજાર પરત ન મળતા પુત્રી ટ્વિંકલની હત્યા કરવામાં આવી હતી : એસઆઇટી તપાસમાં તારણ

Updated: Jun 9th, 2019


Google NewsGoogle News
અલીગઢ હત્યા-રેપ કાંડ : અસલમે અગાઉ બે સગીરા સાથે જઘન્ય કૃત્ય કર્યાનો ઘટસ્ફોટ 1 - image


હત્યા કરવામાં અન્ય આરોપી જાહિદને તેની પત્નીએ પણ મદદ કરી હતી, અત્યાર સુધીમાં ચારની ધરપકડ 

નવી દિલ્હી, તા.8 જૂન, 2019, શનિવાર

ઉત્તર પ્રદેશના અલીગઢમાં માત્ર ૧૦ હજાર રૂપિયા પરત ન મળતા એક નાની બાળકીને ઉઠાવી લઇ જઇ તેના પર રેપ કર્યો અને બાદમા અતી ક્રુરતા પૂર્વક તેવી હત્યા કરી હતી. આ ઘટના બાદ બે યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરતા અન્ય કેટલાક ખુલાસા પણ થઇ રહ્યા છે. 

માત્ર અઠી વર્ષની બાળકી પર રેપ અને હત્યાના કેસમાં પોલીસે ૨૭ વર્ષીય ઝાહીદ અને ૪૩ વર્ષીય અસલમની ધરપકડ કરી છે. આ બન્નેની પૂછપરછમાં સામે આવ્યું છે કે બન્નેએ અગાઉ પણ એક બાળકી સાથે આ જ પ્રકારનું નિમ્ન સ્તરનું કૃત્યુ કર્યું હતું, અને ધરપકડ પણ થઇ હતી. 

અહીંના એક સ્થાનિક રહેવાસીએ આરોપી બન્ને યુવકો પાસેથી ૧૦ હજાર રૂપિયા લીધા હતા, જેને તેઓ સમયસર પરત નહોતા કરી શક્યા જેથી તેની આ અઢી વર્ષની બાળકીનું નરાધમોએ અપહરણ કરી લીધુ હતું બાદમાં તેના પર રેપ કરીને હત્યા કરીને કચરાના ડબ્બામાં ફેંકી દીધી હતી.

આ ઘટનાથી ફરી મહિલા અને બાળકીઓની સુરક્ષાને લઇને રોષ ફાટી નીકળ્યો છે. અને આરોપીઓને ફાંસીએ લટકાવવાની માગણી થઇ રહી છે. અત્યાર સુધીમા આ કેસમાં ચાર લોકોની ધરપકડ થઇ ચુકી છે. જે પૈકી અસલમ વિરુદ્ધ પોક્સો કાયદા અંતર્ગત ૨૦૧૪માં જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૭માં પણ તેણે આ જ પ્રકારનો અપરાધ કર્યો હતો.

ઉત્તર પ્રદેશ ગૂંડા એક્ટ હેઠળ પણ કેસ થઇ ચુક્યો છે.  બીજી તરફ અલીગઢ વકીલ અસોસિએશને જાહેરાત કરી છે કે જે પણ આરોપીઓ છે તેમના માટે એક પણ વકીલ કોર્ટમાં હાજર નહીં રહે અને કેસ નહીં લડે. આ ઉપરાંત અલીગઢમાં કેન્ડલ લાઇટ સાથે મોટા પ્રમાણમાં લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું.

અહીંની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ પ્રદર્શનમા જોડાયા હતા અને જે પણ આરોપીઓ છે તેમની સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી. દરમિયાન તપાસ માટે જે એસઆઇટીની રચના કરી તેમાં ખુલાસો થયો છે કે બદલો લેવાની ભાવના સાથે જ બન્ને યુવકોએ બાળકીનું અપરહરણ કરીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કરવામાં જાહિદની પત્નીએ પણ મદદ કરી હતી. તેથી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.


Google NewsGoogle News