Get The App

વડાપ્રધાન મોદીના અજમેર શરીફ ચાદર મોકલવા પર ભડક્યાં ઓવૈસી, કહ્યું- 'ખોદકામ પણ કરાવી રહ્યા છો અને...'

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
વડાપ્રધાન મોદીના અજમેર શરીફ ચાદર મોકલવા પર ભડક્યાં ઓવૈસી, કહ્યું- 'ખોદકામ પણ કરાવી રહ્યા છો અને...' 1 - image


Ajmer Dargah News: ઉર્સના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ માટે એક ચાદર મોકલી, જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ  લઈને પહોંચ્યા હતા. આ મામલે રાજનીતિ પણ ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, 'એક તરફ વડાપ્રધાન મોદી દરગાહ માટે ચાદર મોકલી રહ્યા છે, તો બીજી તરફ ખોદકામ કરાવી રહ્યા છે.'

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે તેમણે શાયરી બોલતા કહ્યું કે, 'ઇસને હમારે ઝખ્મ કા કુછ યૂં કિયા ઇલાજ, મરહમ ભી ગર લગાયા તો કાંટે કી નોંખ સે. છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, પ્લેસેજ ઑફ વર્શિપ એક્ટ પર ભાજપનું કોઈ સ્ટેન્ડ નથી. તમે ચાદર એટલા માટે ચઢાવી રહ્યા છો કારણ કે તમે માનો છો કે ત્યાં દરગાહ છે, પરંતુ તમે ઇચ્છો છો કે દરગાહ, દરગાહ નથી. તેને રોકવાની જરૂર છે.'

'વડાપ્રધાન ઇચ્છે તો આ બધુ બંધ થઈ શકે છે'

ઓવૈસીએ કહ્યું કે, 'ભાજપ, સંઘ પરિવાર અને સમગ્ર દેશમાં તેમના સંગઠન કોર્ટ જઈ રહ્યા છે કે જે-તે જગ્યાએ ખોદકામ થવું જોઈએ. તેઓ કહી રહ્યા છે કે આ મસ્જિદ નથી, તે દરગાહ નથી. જો વડાપ્રધાન ઇચ્છે તો આ બધુ બંધ થઈ જશે. છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 7થી વધુ મામલા તો મસ્જિદો-દરગાહોના ઉત્તરપ્રદેશમાં છે, જ્યાં ભાજપ સત્તામાં છે અને ત્યાંથી વડાપ્રધાન સાંસદ છે. ચાદર મોકલવાથી કંઈ નથી થવાનું. તેનો કોઈ સંદેશ પણ જવો જોઈએ.'

આ પણ વાંચો: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પીઠ પાછળ ગઠબંધન થયું: કેજરીવાલનો ગંભીર આક્ષેપ

અજમેર શરીફમાં મંદિરના દાવાનું સમર્થન નથી કરી રહી સરકાર: મંત્રી કિરન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ PM નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર લઈને શનિવારે (4 જાન્યુઆરી, 2025) અજમેર પહોંચ્યા હતા. અજમેરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કિરેન રિજિજુએ અજમેર શરીફની દરગાહ પર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા કિરેન રિજિજુએ કહ્યું કે, 'અજમેરમાં ઉર્સ દરમિયાન ગરીબ નવાઝની દરગાહની મુલાકાત લેવી એ આપણા દેશની જૂની પરંપરા છે. અજમેર શરીફમાં મંદિરના દાવાનું  સરકાર સમર્થન નથી કરતી.'

મોદીજીનો સંદેશ ભાઈચારાનો છે: કિરેન રિજિજુ

કિરેન રિજિજુએ કહ્યું કે, 'આ વખતે ઉર્સના અવસર પર મને ગરીબ નવાઝને ચાદર ચઢાવવાની તક મળી છે. વડાપ્રધાન મોદીજીનો સંદેશ ભાઈચારાનો છે અને સમગ્ર દેશે સાથે આવવું જોઈએ અને સાથે રહેવું જોઈએ. હું અજમેર દરગાહ જઈને અને દેશને એકજૂટ રહેવાનો સંદેશ આપી રહ્યો છું.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મધુર સંગીત! ઠાકરે જૂથ બાદ હવે સુપ્રિયા સુલેએ પણ કર્યા ફડણવીસના વખાણ

નિઝામુદ્દીન દરગાહમાં પણ ચાદર ચઢાવી અને પ્રાર્થના કરી

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, 'ગઈકાલે અમે પણ નિઝામુદ્દીન દરગાહ ગયા હતા અને ત્યાં પણ બધાની સાથે અમે ચાદર ચઢાવીને પ્રાર્થના કરી. ઉર્સના આ શુભ અવસર પર આપણે બધા દેશમાં સારું વાતાવરણ બનાવવા માંગીએ છીએ અને સંવાદિતાને બગાડે એવું કંઈ ન કરીએ.'

શું છે વિવાદ?

તાજેતરમાં, હિન્દુ સેના દ્વારા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં ન આવે. હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં સુનાવણી 24 જાન્યુઆરીએ થવાની છે. આ પહેલા હિન્દુ સેનાએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે અજમેર શરીફ દરગાહ શિવ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી છે.



Google NewsGoogle News