આ ભારતીય મુસલમાનો પ્રત્યે નફરતની...: યોગી સરકારના નિર્ણય પર ફરી ભડક્યા ઔવેસી
Image Source: Twitter
Kanwar Yatra 2024: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) કાવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ આપ્યા બાદ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. યોગી સરકારના આ નિર્ણયથી રાજકારણ ગરમાયુ છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી યોગી સરકારના આ નિર્ણય પર સતત પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે તેમણે ફરી એક વખત ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ
અસદુદ્દીન ઓવૈસીએ એક મીડિયા રિપોર્ટ શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, યુપીના કાવડ માર્ગો પર ડર છે. આ ભારતીય મુસલમાનો પ્રત્યે નફરતની હકીકત છે. આ ઊંડી નફરતનો શ્રેય રાજકીય પાર્ટી/ હિંદુત્વના નેતાઓ અને કથિત બનાવટી ધર્મનિરપેક્ષ પાર્ટીઓને જાય છે.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પણ સાધ્યુ હતું નિશાન
ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાદ્યપદાર્થોની દુકાનો પર 'નેમપ્લેટ' લગાવવાના આદેશ પર કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ સંકટમાં છે. તે પોતાના સાંપ્રદાયિક રાજકારણ પર ઉતરી આવી છે પરંતુ ભાજપ ભૂલી ગઈ છે કે દેશની જનતાએ સાંપ્રદાયિક રાજકારણમાં નિષ્ફળ કરી નાખી છે.