Get The App

‘ચીનની અરુણાચલની જેમ ઉત્તરાખંડમાં પણ ઘૂસણખોરી, સરકારે સત્ય છુપાવ્યું’ ઓવૈસીના મોદી-શાહ પર પ્રહાર

Updated: May 16th, 2024


Google NewsGoogle News
‘ચીનની અરુણાચલની જેમ ઉત્તરાખંડમાં પણ ઘૂસણખોરી, સરકારે સત્ય છુપાવ્યું’ ઓવૈસીના મોદી-શાહ પર પ્રહાર 1 - image


Asaduddin Owaisi Attack On PM Modi And Amit Shah : દેશમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યા છે, ત્યારે AIMIMના વડા અને હૈદરાબાદ બેઠક પરના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી, ભાજપની નીતિ અને ભારત-ચીન સરહદ (India-China Border) મુદ્દે કેન્દ્રની મોદી સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે લદાખ (Ladakh)ના ડેપસાંગ અને ડેમચોકનો ઉલ્લેખ કરી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમને દાવો કર્યો છે કે, ચીન અરૂણાચલ (Arunachal)ની સાથે ઉત્તરાખંડમાં પણ ઘુસી રહ્યું છે અને આ મુદ્દે સરકાર સત્ય છુપાવે છે.

‘તમને POK પરત લાવતા કોણે અટકાવ્યા’ ઓવૈસીના મોદી-શાહ પર પ્રહાર

ઓવૈસીએ લદ્દાખનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 10 વર્ષથી બોલી રહ્યા છે કે, POK પરત લાવીશું અને અમે પણ ઈચ્છીએ છીએ કે, તેઓ પીઓકે લઈ લે. આખરે તેમને કોણે અટકાવ્યા છે. એકતરફ તેઓ પીઓકે વિશે બોલતા રહે છે, તો બીજીતરફ ચીને આપણા દેશમાં ઘૂસણખોરી કરી છે. ડીજીપીની કોન્ફરન્સમાં લદ્દાખના એસપીએ કહ્યું કે, અમે લદ્દાખમાં 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 25 પર પેટ્રોલિંગ કરી શકતા નથી.

‘ઘરમાં ઘૂસીનો મારો અને ચીનને બહાર કાઢો’

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ‘હું દેશની સાથે છું. ભાજપે ઈન્દિરા ઈઝ ઈન્ડિયાની જેમ મોદી ઈઝ ઈન્ડિયા ન બોલવું જોઈએ. ઘરમાં ઘૂસીને મારો અને ચીનને બહાર કાઢો, સત્ય ન છુપાવો, અમને સાથે લઈને ચાલો, અમે પણ જોઈશું. ડેપસાંગ અને ડેમચોક (Depsang-Demchok)માંથી ચીનને બહાર નહીં કાઢો તો આપણે સિયાચેન (Siachen) પણ ખોઈ દઈશું.

‘ચીને દેશમાં ઘૂસણખોરી કરી નથી, તો 16 રાઉન્ડની વાતચીત કેમ થઈ?’

એઆઈએમઆઈએમના વડા ઓવૈસીએ કહ્યું કે, ‘જો ચીન ભારતમાં ઘૂસ્યુ નથી તો 16 રાઉન્ડની વાતચીત કેમ કરવામાં આવી. કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી છે. સેટેલાઈટ તસવીરથી સાબિત થયું છે કે, ચીને આપણી જમીન પર કબજો કર્યો છે. ચીને પાંચ વર્ષમાં પોતાના સૈનિકો માટે ઑલ-વેધર રોડ બનાવી દીધો છે. ઉત્તરાખંડ (Uttarakhand) જોઈને જુઓ, ત્યાં શું થઈ રહ્યું છે. ત્યાં પણ ચીન (China) ઘૂસી રહ્યું છે. સરકાર વિપક્ષના નેતાઓને લઈને જાય અને સત્ય બતાવે. અમે પણ તેમની સાથે આવવા તૈયાર છીએ.’


Google NewsGoogle News