Get The App

ઔવેસીએ દિલ્હી રમખાણોના આરોપીને આપી ટિકિટ, મુસ્તફાબાદ બેઠક પરથી લડશે ચૂંટણી

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
Owaisi


Delhi Assembly Election News: દિલ્હીમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ દિલ્હીમાં રમખાણોના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. હુસૈન અહીં મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. હુસૈન અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા. 

ઓવૈસીએ ટ્વિટર પર તાહિર હુસૈન વિશે જાહેરાત કરી હતી કે, MCD કાઉન્સિલર તાહિર હુસૈન AIMIMમાં જોડાયા છે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે. તેમના પરિવારના સભ્યો અને સમર્થકો આજે મને મળ્યા અને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો.



જેલમાં બંધ છે તાહિર હુસૈન

દિલ્હીની એક કોર્ટે આ વર્ષે મે મહિનામાં પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 2020ના દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે આમાં તેની ભૂમિકા 'દૂરસ્થ પ્રકૃતિ'ની હતી અને તે ત્રણ વર્ષથી વધુ સમય જેલમાં બંધ હતા.  જો કે, તાહિર હુસૈન જેલના સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે.

આ પણ વાંચોઃ ધનખડ વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ: કોંગ્રેસે કહ્યું- અમારી પાસે 70 સાંસદોના હસ્તાક્ષર

શરતી જામીન મળ્યા હતાં

25 ફેબ્રુઆરી 2020ના રોજ, તોફાની ટોળાએ દિલ્હીમાં એક દુકાનમાં તોડફોડ કરી અને તેને આગ લગાવી હતી. આ મામલામાં તાહિર વિરૂદ્ધ ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે રૂ. 25,000ના જામીન બોન્ડ હેઠળ તેમને શરતી જામીન આપવામાં આવે છે. જેમાં તે દેશ છોડી શકશે નહીં.

ટોળાને ઉશ્કેરવાનો આરોપ

આ કેસમાં અરજદાર (તાહિર હુસૈન)ની ભૂમિકા કથિત ઉશ્કેરણી કરનાર અને કાવતરાખોરની છે. અલબત્ત તે દુકાન પર હુમલો કરનાર ટોળાનો ભાગ ન હતો. તેથી, અરજદારની ભૂમિકા સહ-આરોપીની તુલનામાં ખૂબ જ દૂરસ્થ પ્રકૃતિની છે. અરજદારની ભૂમિકા અને કસ્ટડીમાં વિતાવેલા સમય (લગભગ ત્રણ વર્ષ અને 11 મહિના)ને ધ્યાનમાં રાખીને અમે માનીએ છીએ કે અરજદાર આ કેસમાં જામીન મેળવવા માટે હકદાર છે. તાહિરને કોમી રમખાણોના 5 કેસમાં રાહત મળી ચૂકી છે. પણ અન્ય કેસમાં હજી કેસ ચાલુ છે.

ઔવેસીએ દિલ્હી રમખાણોના આરોપીને આપી ટિકિટ, મુસ્તફાબાદ બેઠક પરથી લડશે ચૂંટણી 2 - image


Google NewsGoogle News