Get The App

યુપીની 80 બેઠકો પર હવે ત્રીજો મોરચો, બે દિગ્ગજ પાર્ટીએ હાથ મિલાવતાં બધાનું ટેન્શન વધ્યું!

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
યુપીની 80 બેઠકો પર હવે ત્રીજો મોરચો, બે દિગ્ગજ પાર્ટીએ હાથ મિલાવતાં બધાનું ટેન્શન વધ્યું! 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: અપના દળ (કામેરાવાડી) પાર્ટીના નેતા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પલ્લવી પટેલ હવે 'PDM' (પછાત, દલિત, મુસ્લિમ) દ્વારા લોકસભા ચૂંટણીમાં સપા ઉમેદવારોને હરાવશે.

સમાજવાદી પાર્ટીના પીડીએની સરખામણીમાં પલ્લવીનો પ્રયાસ પછાત, દલિત અને મુસ્લિમ નેતાઓને એક મંચ પર લાવવાનો છે. એટલા માટે તેમણે અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવ્યો છે. નવું ગઠબંધન ત્રણ ડઝનથી વધુ લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉતારશે. પલ્લવી પટેલ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને સમાજવાદી પાર્ટી અને અપના દળ કામેરાવાડીના પલ્લવી પટેલ વચ્ચે ખટરાગ જોવા મળી હતો. સપાએ જયા બચ્ચન, રામજીલાલ સુમન અને આલોક રંજનને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને આ જ કારણોસર પલ્લવી નારાજ હતા.

સમાજવાદી પાર્ટી પર પલ્લવી પટેલે લગાવ્યા આરોપ

તેમણે કહ્યું હતું કે PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક)ની રાજનીતિ કરનારી સપાએ પછાત અને લઘુમતી ઉમેદવારોને મેદાનમાં નથી ઉતાર્યા. પલ્લવીના વલણથી નારાજ અખિલેશ યાદવે તાજેતરમાં જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અપના દળ કામેરાવાડી સાથે 2022માં જ ગઠબંધન હતું, હવે 2024માં કોઈ ગઠબંધન નથી. તેના પર પલ્લવીએ કહ્યું હતું કે કોંગ્રેસે નક્કી કરે કે અપના દળ કામેરાવાડી I.N.D.I.A. ગઠબંધનમાં છે કે નહીં.

કોંગ્રેસ તરફથી કોઈ જવાબ ન મળતાં પલ્લવીએ નવો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું. કોઈ ઉકેલ ન મળતા પલ્લવી રવિવારે 'PDM'ની રાજનીતિ કરવાની જાહેરાત કરશે. AIMIMના અસદુદ્દીન ઓવૈસી સહિત કેટલાક અન્ય મુસ્લિમ નેતાઓ તેમની સાથે નજર આવશે. સપા સામે બળવો કરનાર પલ્લવી પટેલનું માનવું છે કે અખિલેશનું પીડીએ ભટકી ગયું છે.



Google NewsGoogle News