Get The App

અરવિંદ કેજરીવાલના જીવને જોખમ ખાલિસ્તાની હુમલાની સંભાવના

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
અરવિંદ કેજરીવાલના જીવને જોખમ  ખાલિસ્તાની હુમલાની સંભાવના 1 - image


- સુરક્ષા એજન્સીઓ એલર્ટ : ઈશ્વર મને બચાવશે : કેજરીવાલની શ્રધ્ધા

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષાના મુદ્દે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હુમલાની શંકાના પગલે એમની સુરક્ષાની સમીક્ષા થઈ રહી છે. જો કે એ વિષે કેન્દ્ર સરકાર કે આમ આદમી પાર્ટી તરફથી સત્તાવારપણે કશું જણાવાયું નથી.

 ગુપ્તચર સૂત્રોના જણાવાયાનુસાર, ખાલિસ્તાન સંગઠનવાળા લોકો  કેજરીવાલ પર હુમલો કરી શકે છે. બે-ત્રણ જણની ટુકડી આ માટે દિલ્હી ભણી આવવા નીકળી છે, જે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. આ ટુકડી પંજાબમાં જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલે આ માહિતીના સંદર્ભમાં પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે ઈશ્વર મને બચાવશે. મારું આયુષ્ય જેટલુ હશે એટલું હું જીવીશ.

સૂત્રોએ જણાવ્યું કે ખાલિસ્તાની પ્લોટની પાછળ પાકિસ્તાની આઈએસઆઈનો હાથ છે, જેનો હેતુ દિલ્હી અને પંજાબમાં કાનૂન વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ માનવ ગુપ્તચર છે. અમે વધુ માહિતી મેળવવાની કોશિશમાં છીએ, એમ સૂત્રોએ ઉમેર્યું. આપ સુપ્રીમો કેજરીવાલ હાલમાં ઝેડ પ્લસ સિક્યુરિટી કવર ધરાવે છે.

 ૨૦૧૪માં કેજરીવાલને થપ્પડ મારવાની, એમના પર શાહી ફેંકવાની, જોડા ફેંકવાની, વગેરે ઘટનાઓ બની ચૂકી છે.

 હાલમાં ૬૩ લોકો કેજરીવાલની સુરક્ષા કરે છે, જેમાં પાયલોટ, એસ્કોર્ટ, સુરક્ષા દળ, હોમગાર્ડ તથા સ્પોટર સામેલ છે. આ વ્યવસ્થામાં કુલ ૪૭ લોકો છે, જયારે સીઆરપીએફના ૧૫ જવાનો સામેલ છે.

 દરમિયાન કેજરીવાલે અત્રે એમનું ઉમેદવારીપત્ર ભર્યા પછી પત્રકારોને જણાવ્યું કે '' ઉપરવાલા બચાયેગા'' દિલ્હીમાં ૫ ફેબુ્રઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાશે.

એમણે ઉમેદવારીપત્ર ભરતા અગાઉ કોનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી. '' જાકો રાખે સાંઈયા, માર શકે ના કોઈ, ઈશ્વર મારી સાથે છે,''એમ એમણે પત્રકારોને જણાવ્યું. 

દરમિયાન કેન્દ્રના ગૃહ મંત્રાલયે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ને દિલ્હી એકસાઈઝ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલ સામે ફરિયાદ કરવાની મંજૂરી આપી છે.

હમણાં જામીન પર છૂટેલા કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી દિલ્હી વિધાનસભા ચૂંટણી લડશે. 


Google NewsGoogle News