સાતમી વખત પણ હાજર નહીં થાય કેજરીવાલ, ઈડીને કહી દીધું '...ત્યાં સુધી રાહ જુઓ'

ઈડીએ સીએમ કેજરીવાને 26 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું હતું

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
સાતમી વખત પણ હાજર નહીં થાય કેજરીવાલ, ઈડીને કહી દીધું '...ત્યાં સુધી રાહ જુઓ' 1 - image


Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ  ઓફિસ જશે નહીં. આમ આદમી પાર્ટી (AAP)નું કહેવું છે કે.'મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.' ઈડીએ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું હતું.

ઈડીએ કેજરીવાલને સાતમીએ સમન્સ મોકલ્યું હતું

ઈડીએ 22મી ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ  દાવો કર્યો હતો કે CBI આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,'કોંગ્રેસ અને AAP વચ્ચે બેઠક વહેંચણીની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવાના સમાચાર આવતાની સાથે જ ઈડીએ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ મામલે સમન્સ મોકલ્યું હતું.'

છ સમન્સ છતાં કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા નથી

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો છે અને ઈડીએ આ જ કેસમાં પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ પણ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ છઠ્ઠા સમન્સ પર પણ કેજરીવાલ હાજર થયા ન હતા. વર્ષ 2023મા 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ ઈડીએ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. 

દિલ્હી લિકર પોલિસી શું છે? 

નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો.  જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પારેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી. 


Google NewsGoogle News