દિલ્હીના CM કેજરીવાલ જંતર-મંતર પર કેરળના મુખ્યમંત્રી પી. વિજયનના ધરણામાં થશે સામેલ, જાણો શું છે મામલો

- સીએમ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જંતર-મંતર પર ધરણામાં સામેલ થશે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
દિલ્હીના CM કેજરીવાલ જંતર-મંતર પર કેરળના મુખ્યમંત્રી પી. વિજયનના ધરણામાં થશે સામેલ, જાણો શું છે મામલો 1 - image


નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

Delhi: દિલ્હીમાં આજે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ ધરણા કરવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને કેરળ સાથેના ભેદભાવ મુદ્દે આ ધરણા કરવામાં આવી રહ્યા  છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર પર સીએમ પિનરાઈ વિજયનના ધરણામાં સામેલ થશે. સીએમ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ જંતર-મંતર પર ધરણામાં સામેલ થશે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું માનવું છે કે, બીજેપીના નેતૃત્વ વાળી કેન્દ્રની સરકાર કેરળ સાથે ભેદભાવ કરી રહી છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર બિન-એનડીએ રાજ્યોની અવગણના કરી દેશને નબળો બનાવી રહી છે. વિરોધ પ્રદર્શન પહેલા તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ધરણાનો હેતુ બંધારણીય અધિકારોની રક્ષા કરવાનો છે.

કેરળના CMનો શું છે આરોપ

કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, તેમની સરકાર રાજ્યોના અસ્તિત્વને બચાવવા અને બંધારણીય અધિકારોની રક્ષા માટે ગુરુવારે નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે. તેમણે વધુમાં કહ્યું કે, આ ધરણાનો હેતુ કોઈ પર વિજય પ્રાપ્ત કરવાનો નથી પરંતુ આત્મસમર્પણ કરવાને બદલે એ પ્રાપ્ત કરવાનું છેના અમે હકદાર છીએ. અમને વિશ્વાસ છે કે, સમગ્ર દેશ આ વિરોધના સમર્થનમાં કેરળની પડખે ઊભી રહે.

પિનરઈ વિજયનની શું છે માંગ?

પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના સીએમ પી વિજયન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના સમગ્ર મંત્રીમંડળ સાથે વિરોધ પ્રદર્શન કરશે. તેમની માંગ છે કે, કેન્દ્ર બંધારણના નિયમો અનુસાર રાજ્યને પૂરતા પ્રમાણમાં નાણાકીય સંસાધનો ઉપલબ્ધ કરાવે. લેફ્ટ એ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત અનેક મિત્ર પાર્ટીઓને આ ધરણામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.


Google NewsGoogle News