Get The App

શનિની મહાદશા ચાલતી હોવાથી અરવિંદ કેજરીવાલ માટે 2028 સુધી પડકારો સર્જાશે

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
શનિની મહાદશા ચાલતી હોવાથી અરવિંદ કેજરીવાલ માટે 2028 સુધી પડકારો સર્જાશે 1 - image


- કેજરીવાલની કુંડળીમાં સિંહ લગ્ન હોવાથી 2024માં તેમની દશા બદલાઈ એટલે જેલમાં જવું પડયું

- આમ આદમી પાર્ટીની કુંડળી પ્રમાણે દિલ્હીની ચૂંટણીમાં સત્તાથી દૂર રહેવું પડે તેવી શક્યતા ઃ ભાજપના યોગ બદલાયા હોવાથી બેઠકો વધશે

- દિલ્હીની ચૂંટણીમાં એક પણ પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકશે નહીં

ચૂંટણીમાં આપનો દેખાવ ખૂબ ખરાબ રહેશે

દિલ્હીની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસની કુંડળીઓના આધારે થયેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. એમાં દાવો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને તેના વડા અરવિંદ કેજરીવાલની કુંડળીઓની દશા બદલાઈ હોવાથી દિલ્હીની આ વખતની ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ રેકોર્ડ બ્રેક ખરાબ રહેશે. અગાઉ મળેલી બેઠકોથી બહુ જ ઓછી બેઠકો મળશે. તે એટલે સુધી કે સત્તાથી દૂર થઈ જાય એવી પણ શક્યતા છે.

ગ્રહો બદલાયા હોવાથી કેજરીવાલ જેલમાં ગયા

૨૦૧૪થી ૨૦૨૪ સુધી અરવિંદ કેજરીવાલના ગ્રહો ખૂબ બળવાન હતા એટલે તેઓ સત્તામાં રહ્યા. ચર્ચામાં પણ રહ્યા. દેશભરમાં લોકપ્રિયતા મેળવી શક્યા અને પાર્ટીને દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સત્તામાં લાવી શક્યા. પાર્ટીને નેશનલ લેવલની પાર્ટી બનાવી શક્યા. પરંતુ ૨૦૨૪થી તેમની કુંડળીમાં શનિની મહાદશા શરૂ થઈ હોવાથી જેલમાં જવું પડયું. કેજરીવાલની કુંડળીમાં સિંહ લગ્ન છે, જેના કારણે હવે તેમનો સમય ૨૦૨૮ સુધી ખરાબ રહેશે. તેમને અનેક રાજકીય પડકારોનો સામનો કરવો પડશે.

દિલ્હીમાં અસ્થિર સરકાર રચાશે

ભવિષ્યવાણી પ્રમાણે દિલ્હીમાં એકેય પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે નહીં. આપને ૩૦થી ૩૫ની વચ્ચે બેઠકો આવશે. ભાજપની કુંડળીમાં ગ્રહો બળવાન છે એટલે પ્રદર્શન છેલ્લી ત્રણ ચૂંટણી કરતાં ઘણું સારું રહેશે ને કદાચ ૩૦ આસપાસ બેઠકો મળશે. પરંતુ એકલા હાથે સરકાર બનાવવાનું શક્ય બનશે નહીં. કોંગ્રેસની સ્થિતિ ખાસ સુધરશે નહીં, પરંતુ બે પાર્ટીઓના સમીકરણો બદલાયા હોવાથી કોંગ્રેસ થોડું સારું પ્રદર્શન કરીને ૧૦ જેટલી બેઠકો મેળવી લેશે. તેના કારણે દિલ્હીમાં ગઠબંધનની સરકાર રચાશે. અસ્થિર સરકારના કારણે સતત ઘર્ષણ જોવા મળશે. જોડતોડથી સરકાર બનશે ને ભાજપ ઓપરેશન લોટસથી સરકાર બનાવી લે એવી શક્યતા ભવિષ્યવાણીમાં વ્યક્ત થઈ છે.


Google NewsGoogle News