PM મોદી શક્તિશાળી નેતા, પણ ભગવાન નથી: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું સંબોધન

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
PM મોદી શક્તિશાળી નેતા, પણ ભગવાન નથી: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું સંબોધન 1 - image


Arvind Kejriwal Delhi Assembly Speech : દિલ્હી વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરુ થઈ ગયું છે. આતિશીના મુખ્યમંત્રી બન્યા બાદ ગૃહનું આ પહેલું સત્ર હતું. તેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની વાત મૂકી હતી. જો કે, ગૃહની કાર્યવાહી શરુ થાય તે પહેલાં જ વિપક્ષે હોબાળો કરી દીધો હતો. જેના કારણે સ્પીકર રામનિવાસ ગોયલે 15 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'વિપક્ષના નેતા મને અને મનીષ સિસોદિયાને જોઈને દુઃખી છે. મોદીજી તાકાતવર નેતા છે, તેમની પાસે અથાગ પૈસા અને રિસોર્સ છે, પરંતુ મોદી ભગવાન નથી. કોઈ તો શક્તિ છે, જે અમારી સાથે છે. લાખો લોકોની પ્રાર્થનાથી હું જેલમાંથી છૂટીને આવ્યો છું. હું સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું. હું ત્રણ-ચાર દિવસ પહેલાં ભાજપના એક મોટા નેતાને મળ્યો. મેં પૂછ્યું કે, તમને શું મળ્યું મને જેલમાં મોકલીને? તો તેઓએ કહ્યું કે, તમારી પાછળ અમે આખી દિલ્હીને ઠપ કરી દીધી હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો કે, દેશની રાજધાનીના બે કરોડ લોકોનું જીવન ખરાબ કરીને તમને કેવી રીતે ખુશી મળી શકે છે? આવા કેવા નેતા અને આવી કેવી પાર્ટી છે?'

આ પણ વાંચોઃ યોગીના ગઢમાં ભાજપનું ટેન્શન વધારશે ચિરાગ પાસવાન? NDA ગઠબંધનને લઈને મોટી જાહેરાત

ભાજપના 75 વર્ષના નિયમ પર કર્યા સવાલ

કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું કે, 'મારા જીવનમાં ત્રણ વખત એવો સમય આવ્યો, જ્યારે મેં રાજીનામું આપ્યું. પહેલીવાર 2006માં આવકવેરા વિભાગમાં જોઇન્ટ કમિશ્નર પદ પરથી રાજીનામું આપ્યુ હતું, બીજીવાર 2014માં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને ત્રીજીવાર હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. મને કોઈ પણ પદની લાલચ નથી. એક બાજુ ભાજપના એક નેતા છે, જે 75 વર્ષે પોતાના તમામ નેતાને નિવૃત્ત કરે છે, પરંતુ પોતાનો વારો આવે તો પોતાના પર આ નિયમ લાગુ નથી કરતા.'

મારા પાંચ નેતા જેલમાં ગયા, છતાં પાર્ટી ન તૂટીઃ કેજરીવાલ

કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'મારા પાંચ નેતાને જેલમાં નાખી દીધા, છતાં મારી પાર્ટી ન તૂટી. તેમના બે નેતાઓને જેલમાં નાખી દો, તેમની પાર્ટી તૂટી જશે. તેઓ કહે છે કે, જેલ જવાથી કેજરીવાલને નુકસાન થયું છે, પરંતુ કેજરીવાલને નુકસાન નથી થયું. દિલ્હીના બે કરોડ લોકોનું નુકસાન થયું છે. આ લોકો જનતાને હેરાન કરીને મત લેવા ઇચ્છે છે. આ લોકોએ હું જેલ ગયો તો મારી પાછળ દિલ્હીના તમામ રસ્તાઓનું સમારકામ બંધ કરાવી દીધું. મારી પાછળ 5 હજાર કરોડ મોદીજીની પાસેથી લાવીને રસ્તો બનાવી દેત તો હું બહાર આવીને વોટ કોના નામે માંગી શકત? આ લોકોએ વડીલોની તીર્થ યાત્રા પણ બંધ કરાવી દીધી, વડીલોના પેન્શન રોકી દીધા. જેનાથી તે સાબિત કરે છે કે, કેજરીવાલ પ્રામાણિક અને જનતા માટે કામ કરનાર વ્યક્તિ છે.'

આ પણ વાંચોઃ કંગના મુદ્દે ભાજપમાં દિગ્ગજ નેતા ગુસ્સે, કહ્યું - PM મોદીના સારા કામને બગાડી રહી છે...

ગૃહમાં બદલાઈ ગઈ બેઠક વ્યવસ્થા

આ વખતે વિધાનસભા ગૃહમાં આતિશી પહેલા નંબરની સીટ પર બેઠા હતા. અરવિંદ કેજરીવાલ 41 અને તેમની બાજુની 40 નંબરની સીટ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બેઠા હતા. 

વિધાનસભામાં આજે દિલ્હીમાં સત્તા પક્ષ દ્વારા થોડા મહિના પહેલાં કાપવામાં આવેલા 1100 વૃક્ષને લઈને ચર્ચા કરાવવામાં આવી હતી. સત્તા પક્ષે કહ્યું કે, તે વૃક્ષ એલજી વી કે સક્સેનાના નિર્દેશ પર કાપવામાં આવ્યા હતા. વળી, વિપક્ષની તરફથી અજય મહાવરે સત્તા પક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસના  વૃક્ષ કાપવામાં આવી રહ્યા હતા તો તમારા લોકો (સત્તા પક્ષ) ચૂપ હતા. ત્યારે કેજરીવાલ કેમ કેમ કંઈ ન બોલ્યા?

બસ માર્શલનો પ્રસ્તાવ પાસ

આ સિવાય, દિલ્હી વિધાનસભામાં બસ માર્શલની બહાલીનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 3 ઑક્ટોબરે સવારે 11 વાગ્યે દિલ્હી સરકારના તમામ મંત્રી, AAP અને BJPના તમામ ધારાસભ્ય LG સાહેબની પાસે જશે અને બસ માર્શલની બહાલીના કાગળ પર સહી કરાવીને જ પરત ફરીશું. દિલ્હીના લગભગ 10 હજાર બસ માર્શલોના પરિવાર બર્બાદીના આરે છે. LG સાહેબે પહેલાં બસ માર્શલોનો પગાર રોકી દીધો, બાદમાં અરવિંદ કેજરીવાલે બસ માર્શલના હકમાં અવાજ ઉઠાવ્યો અને LG સાહેબને પત્ર લખ્યો. પરંતુ તેઓએ માર્શલોની બહાલી ન આપી. હવે હું ભાજપને કહું છું કે, આવતાં અઠવાડિયે LG સાહેબ પાસે તમામ મંત્રી અને ધારાસભ્ય જઈને તેમને કહીશું કે, દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસેથી બસ માર્શલોની બહાલી માટે જે લખાવું હોય તે લખાવી લે. જ્યાં સુધી LG સાહેબ માર્શલોની વાપસી નહીં કરે, અમે ત્યાંથી ઊભા નહીં થઈએ.



Google NewsGoogle News