Get The App

આતિશીની ધરપકડ થઈ શકે છે અને મારા ઘરે પણ દરોડા પડશે, ચૂંટણી પહેલાં કેજરીવાલનો દાવો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
આતિશીની ધરપકડ થઈ શકે છે અને મારા ઘરે પણ દરોડા પડશે, ચૂંટણી પહેલાં કેજરીવાલનો દાવો 1 - image


Image Source: Twitter

Kejriwal's Big Claim Before Elections: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પહેલા આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આતિશીની ધરપકડ થઈ શકે છે. કેજરીવાલે બુધવારે આતિશી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો છે કે, ફરી મારા પર દરોડા પડશે. કેજરીવાલે આશંકા વ્યક્ત કરી કે, ટ્રાન્સપોર્ટ વિભાગના એક કેસ હેઠળ આવું કરવામાં આવી શકે છે. 

નકલી કેસ કરીને આતિશીની ધરપકડ કરવાની તૈયારી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને સૂત્રો પાસેથી માહિતી મળી છે. પૂર્વ સીએમએ કહ્યું, 'અમને અમારા સૂત્રો પાસેથી 3-4 દિવસ પહેલાં ખબર પડી હતી કે ED, CBI અને ઇન્કમ ટેક્સની મીટિંગ થઈ હતી. તે મીટિંગમાં ઉપરથી આદેશ આવ્યો કે કોઈ પણ નકલી કેસ કરીને આતિશીની ધરપકડ કરવામાં આવે. હું સંપૂર્ણ જવાબદારી સાથે આરોપ લગાવું છું કે, આ ત્રણેય એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નકલી કેસ દાખલ કરીને આતિશીની ધરપકડ કરો.


ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો

AAP સુપ્રીમોએ કહ્યું કે, 'ચૂંટણી તૈયારીઓથી રોકવા માટે મારા પર, મનીષ સિસોદિયા, સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ પર દરોડા પાડવામાં આવશે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમનો ઇરાદો મહિલાઓ માટે મફત મુસાફરી બંધ કરવાનો છે. ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખોટો કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમને ખાતરી છે કે લોકો ગંદા ષડયંત્રનો જવાબ આપશે. દેશની જનતા આ પ્રકારની રાજનીતિ પસંદ નથી કરતી.'

આ પણ વાંચો: દ્વારકાના ઓખા જેટીમાં મોટી દુર્ઘટના, ક્રેન તૂટી પડતાં 3 શ્રમિકોના દટાઈ જતાં મોત

મને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ: આતિશી

આતિશીએ કહ્યું, અમને પાક્કી માહિતી મળી છે કે દિલ્હીમાં મહિલાઓ માટે મફત મુસાફરી બંધ કરવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક બનાવટી કેસ દ્વારા મારી વિરુદ્ધ નકલી કેસ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે હંમેશા ઇમાનદારી સાથે કામ કર્યું છે અને હંમેશા કરતા રહીશું. મને વિશ્વાસ છે કે જો એજન્સીઓ મારી ધરપકડ કરશે તો આખરે સત્ય બહાર આવશે. મને દેશની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. જે રીતે વરિષ્ઠ નેતાઓને બનાવટી કેસોમાં પકડવામાં આવ્યા અને પછી બધાને જામીન મળી ગયા. મને બંધારણ અને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે. તમે અમારા પર ખોટા કેસ કરીને દિલ્હીવાસીઓની સુવિધાઓ રોકવા માગો છો, દિલ્હીની જનતા બધું જોઈ રહી છે.


Google NewsGoogle News