Get The App

પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા કોંગ્રેસ અને AAP વચ્ચે સમજૂતી : અરવિંદ કેજરીવાલ

અગાઉ ભગવંત માને પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

કેજરીવાલે કહ્યું, ‘અમારા વચ્ચે મતભેદ નહીં, દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું’

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવા કોંગ્રેસ અને AAP વચ્ચે સમજૂતી : અરવિંદ કેજરીવાલ 1 - image


Loksabha Election 2024 : કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી (abhishek Manu Singhvi)ના નિવાસસ્થાને ભોજન સમારંભમાં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress And Aam Aadmi Party)એ પંજાબ (Punjab)માં સહમતી સાધી અલગ અલગ ચૂંટણી લડવા અંગે નિર્ણય કર્યો છે.

‘...તો ભાજપ માટે રસ્તો સરળ બની જશે’

કેજરીવાલે કહ્યું કે, ‘અમારા વચ્ચે કોઈપણ મતભેદ નથી. દિલ્હી (Delhi)માં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે વાતચીત ચાલુ છે. દિલ્હીમાં ગઠબંધન નહીં હોય તો ભાજપ માટે રસ્તો સરળ બની જશે. બેઠક વહેંચણી માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલુ છે. દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું.’

ભગવંત માને પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

અગાઉ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી હતી કે, ‘આમ આદમી પાર્ટીએ પંજાબની તમામ 13 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.’ પંજાબમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાંથી એક અને વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજપાએ પણ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પણ આ જ ઈચ્છે છે. પંજાબ અને અન્ય રાજ્યોમાં ઘણું અંતર છે. પંજાબમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષી દળ, આવી સ્થિતિમાં અમે આમ આદમી પાર્ટી સાથે સમજુતી કરીશું તો અમારા મતદારો ભાજપ તરફ ચાલ્યા જશે.’


Google NewsGoogle News