Get The App

દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Arvind Kejriwal


Delhi Assembly Election: 23 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હીની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલા જ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે હવે ત્યારે જ સીએમ પદ પર બેસીશ જયારે જનતા મને જીત આપવાશે. આથી આજે કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે.

આ સાથે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવે. જો કે કેજરીવાલની આ માંગને અમલમાં મૂકવી ઘણી મુશ્કેલ છે. જેની પાચળ ઘન કારણો છે. જે જાણીએ. 

આ કારણોસર નવેમ્બરમાં ચૂંટણી નહિ થઈ શકે 

દિલ્હીની મતદાર યાદી હજુ તૈયાર નથી

ચૂંટણી કરાવવા માટે મતદાર યાદી જરૂરી છે. પરંતુ હજુ દિલ્હીની મતદાર યાદી તૈયાર નથી. તે તૈયાર કરવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગે એમ છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે 25 જૂનથી આ રાજ્યોમાં મતદાર યાદીની પ્રક્રિયા શરૂ કરી હતી. મતદાર યાદીનો અંતિમ ડેટા 20 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમજ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો મતદારયાદી તૈયાર થયા બાદ જ જાહેર કરવામાં આવી હતી. 

20 ઓગસ્ટથી દેશભરમાં મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે. સંકલિત ડ્રાફ્ટ રોલ 19મીથી 28મી ઓક્ટોબરની વચ્ચે તૈયાર કરીને 29મી ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે અને ત્યારબાદ 28મી નવેમ્બર સુધી દાવા અને વાંધાની નોંધ કરવામાં આવશે. 

આ તમામ દાવાઓ અને વાંધાઓનું 24મી ડિસેમ્બર સુધીમાં સમાધાન કર્યા બાદ 6ઠ્ઠી જાન્યુઆરી 2025 સુધીમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આથી એવું કહી શકાય કે મતદાર યાદી તૈયાર કરવામાં ત્રણ મહિનાનો સમય લાગશે. આ જ કારણ છે કે દિલ્હીમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજવી મુશ્કેલ લાગી રહી છે.

આ પણ વાંચો: કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા સીએમ અંગે સસ્પેન્સ

વિધાનસભાનો કાર્યકાળ 

23 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થશે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 15 હેઠળ ચૂંટણી પંચ રાજ્યની વિધાનસભાની મુદત પૂરી થવાના 6 મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એટલે કે ચૂંટણી પંચ ઇચ્છે તો ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે, પરંતુ જયારે રજની વિધાનસભા ભંગ થાય તે પછી જ આ જાહેરાત થઈ શકે છે. 

વહેલી ચૂંટણી માટે દિલ્હી સરકારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી પડશે. આ પછી, લેફ્ટનન્ટ ગવર્નર એસેમ્બલી ભંગ કરશે, પરંતુ દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે જે પ્રકારના મતભેદો જોવા મળી રહ્યા છે, તેના કારણે એ વાત બહુ ઓછી છે કે લેફ્ટનન્ટ ગવર્નર વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપે.

કારણો આપવા પણ જરૂરી

આ ઉપરાંત દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાના 5 મહિના પહેલા ચૂંટણી શા માટે યોજવી જોઈએ એ બાબતે દિલ્હી સરકારે ચૂંટણી પંચને એ કારણો પણ આપવા પડશે. તેમજ જો કારણ મજબૂત હોય તો જ ચૂંટણી પંચ તેના પર વિચાર કરી શકે છે.

દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ 2 - image



Google NewsGoogle News