Get The App

100 સુનાર કી એક લુહાર કી...! યમુનામાં ઝેર મામલે ચૂંટણી પંચના 5 સવાલો સામે કેજરીવાલનો માત્ર એક જવાબ

Updated: Jan 31st, 2025


Google News
Google News
100 સુનાર કી એક લુહાર કી...! યમુનામાં ઝેર મામલે ચૂંટણી પંચના 5 સવાલો સામે કેજરીવાલનો માત્ર એક જવાબ 1 - image


Arvind Kejriwal Reply to Election Commission: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનાના ઝેરી પાણી અંગે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો છે. કેજરીવાલે ચૂંટણી પંચના પાંચ પ્રશ્નોના જવાબમાં દિલ્હી જલ બોર્ડના સીઈઓના પત્રનો ઉલ્લેખ કર્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પોતાના છ પાનાના જવાબમાં ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ જવાબમાં, તેમણે દિલ્હી જળ બોર્ડના સીઈઓ શિલ્પા શિંદે દ્વારા દિલ્હીના મુખ્ય સચિવને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો છે, જેમાં યમુના નદીમાં એમોનિયાની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


ચૂંટણી પંચના સવાલો પર કેજરીવાલના જવાબ

1. હરિયાણા સરકાર દ્વારા યમુના નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવવામાં આવ્યું હતું?

જવાબ: યમુના નદીના પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધ્યું છે.

2. ઝેરની માત્રા, પ્રકૃતિ અને શોધની પદ્ધતિ વિશે પુરાવા આપો જેથી ખ્યાલ આવે કે નરસંહાર થઇ શકતો હતો

જવાબ: દિલ્હી જલ બોર્ડના સીઈઓના 27મી જાન્યુઆરી 2025ના નિવેદન દ્વારા આની પુષ્ટિ થાય છે, જે જવાબ સાથે જોડાયેલ છે.

3. ઝેર કઈ જગ્યાએ મળ્યું?

જવાબ: 27મી જાન્યુઆરી 2025ના રોજ દિલ્હી જલ બોર્ડના સીઈઓના નિવેદનના આધારે છે.

4. દિલ્હી જલ બોર્ડના એન્જિનિયરોએ આ શોધ ક્યાં અને કેવી રીતે કરી?

જવાબ: દિલ્હી જળ બોર્ડના સીઈઓ અને બોર્ડના અન્ય અધિકારીઓ દ્વારા ઓળખ કરી છે.

5. પાણીને દિલ્હીમાં પ્રવેશતું અટકાવવા એન્જિનિયરોએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો?

જવાબ: દિલ્હી જળ બોર્ડના સીઈઓ અને અન્ય અધિકારીઓ પાસેથી આ વાતની પુષ્ટિ થઈ શકે છે.

આ પણ વાંચો: કિન્નર અખાડાનો મોટો નિર્ણય: મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદેથી હટાવાયા


ઉલ્લેખનીય છે કે, દિલ્હી ચૂંટણી પહેલા 'યમુનામાં ઝેર' ના નિવેદનને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ચૂંટણી પંચ આ બાબતે AAP ચીફ કેજરીવાલને પાંચ સવાલો પૂછ્યા હતા.

યમુના અંગે શું વિવાદ છે?

27મી જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, 'લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી. ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે.'

100 સુનાર કી એક લુહાર કી...! યમુનામાં ઝેર મામલે ચૂંટણી પંચના 5 સવાલો સામે કેજરીવાલનો માત્ર એક જવાબ 2 - image

Tags :
Arvind-KejriwalElection-CommissionPoison-in-YamunaDelhi-Assembly-Elections

Google News
Google News