ચૂંટણી પંચની ઑફિસે પહોંચ્યા કેજરીવાલ, પત્ર આપી કહ્યું- ભાજપના ઇશારે જે સજા આપો તે માટે તૈયાર
Image: Facebook
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ યમુનાના પાણીમાં ઝેર વાળા નિવેદનના મુદ્દે ચૂંટણી પંચ પહોંચ્યા. જ્યાં તેમણે ચૂંટણી પંચને જવાબ વાળો પત્ર સોંપ્યો.
અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને લખેલા પત્રમાં કહ્યું, 'મારી એકમાત્ર ચિંતા દિલ્હીના લોકોનું આરોગ્ય અને સુરક્ષા છે અને હું લોકતાંત્રિક સિદ્ધાંતોની રક્ષા માટે લડીશ. ભાજપના ઇશારા પર તમે મારી પર જે પણ દંડ લગાવવા માગો છો, હું તેનું ખુલ્લા દિલે સ્વાગત કરું છું.'
કેવી રીતે શરુ થયો વિવાદ?
ગત દિવસોમાં આમ આદમી પાર્ટી(આપ)એ દાવો કર્યો હતો કે હરિયાણાની ભાજપ સરકાર યમુનામાં એમોનિયાનું વધુ પ્રમાણવાળું પાણી મોકલી રહી છે. આ ઝેરી પાણી દિલ્હીના લોકોને મોકલવામાં આવી રહ્યું છે. આને લઈને ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે પણ અરવિંદ કેજરીવાલ પાસેથી જવાબ માગ્યો હતો. તેમણે આનો જવાબ આપ્યો. તેમના જવાબથી ચૂંટણી પંચ સંતુષ્ટ નથી. હવે એક વખત ફરી કેજરીવાલ ઈસી પહોંચ્યા.
ઝેરી પાણી આવવાનું બંધ
કેજરીવાલે કહ્યું કે 'દિલ્હીના લોકોને શુભકામનાઓ આપું છું. આજે પાણીમાં એમોનિયાનું લેવલ ઓછું થઈ ગયું છે. દિલ્હીવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. અમારા સૌનો સંઘર્ષ રંગ લાવ્યો. દિલ્હીમાં જે ઝેરી પાણી મોકલવામાં આવી રહ્યું હતું, તે હવે બંધ થઈ ગયું.'
દિલ્હીમાં આવતાં પાણીમાં એમોનિયાનું પ્રમાણ 7 ppmથી ઘટીને 2 ppm થઈ ગયું છે. જો અમે અવાજ ન ઉઠાવત અને સંઘર્ષ ન કરત તો આજે દિલ્હીની અડધી વસતીને પાણી મળી રહ્યું ન હોત. અમે દિલ્હીને ખૂબ મોટા પાણીના સંકટથી બચાવી લીધું. ચૂંટણી પંચે મને નોટિસ આપીને સજા આપવાની ધમકી આપી છે. ચૂંટણી પંચને મારો જવાબ.'