CAG: જે રિપોર્ટને 'હથિયાર' બનાવી AAP સત્તામાં આવી, હવે તેના જ કારણે કેજરીવાલ સંકટમાં
CAG Report: દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીની વિદાય બાદ તેની કામગીરીમાં થયેલી ગેરરીતિઓ દર્શાવતો CAG રિપોર્ટ આજે વિધાનસભા ગૃહમાં રજૂ થવાનો છે. સદનની કાર્યવાહી એલજીના અભિભાષણથી શરુ થઈ ચૂકી છે. જો કે, CAG રિપોર્ટનો વિરોધ કરતાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જેના લીધે સ્પીકરે AAPના તમામ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતાં. દિલ્હીના ભૂતકાળમાં ચર્ચિત CAG રિપોર્ટના આધારે જ કેજરીવાલે સરકાર બનાવી હતી. તે સમયે તેમણે પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત પર આકારા પ્રહારો કરી જેલ ભેગા કરવાની માગ પણ કરી હતી. પરંતુ હવે પોતે જ ભ્રષ્ટાચાર-ગેરરીતિઓમાં રચ્યા પચ્યા રહ્યા હોવાનો ખુલાસો આજે રજૂ થનારા CAG રિપોર્ટમાં થયો છે.
જેના આધારે સરકાર બનાવી, તેના લીધે જ સત્તા ગુમાવી
દિલ્હીમાં જ્યારે 2014-15માં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદકેજરીવાલે CAGના આધારે સત્તામાંથી બહાર થયેલા પૂર્વ સીએમ શીલા દિક્ષિત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને ભ્રષ્ટાચાર મામલે જેલ મોકલવાની પણ માગ કરી હતી. હવે 2025માં CAGનો એવો જ રિપોર્ટ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મુશ્કેલીઓ લાવ્યો છે.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, આતિશી સહિત AAPના 22 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
AAP સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ
CAGના રિપોર્ટમાં AAP સરકાર પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. આ સિવાય અન્ય વિકાસ કાર્યોમાં પણ ગોલમાલ કરી હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટના આધારે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરી રહી છે.
કેજરીવાલે CAGનો સહારો લીધો હતો
2013-14માં દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલે CAGના રિપોર્ટના આધારે પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત સરકાર પર 2010માં રાષ્ટ્રમંડળ ખેલોમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેમાં 90 કરોડની સ્ટ્રીટ લાઇટિંગ પ્રોજેક્ટમાં ગોટાળો કર્યો હતો. દિલ્હીની એસીબીને શીલા દિક્ષિત વિરુદ્ધ ફરિયાદ નોંધવા નિર્દેશ કર્યો હતો.
CAG રિપોર્ટને 370 પાનાનો પુરાવો ગણાવ્યો
2013થી 2015 દરમિયાન દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે CAG રિપોર્ટને 370 પાનોનો પુરાવો ગણાવતાં દાવો કર્યો હતો કે, આ રિપોર્ટ શીલા દિક્ષિત સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. 2010ના રાષ્ટ્રમંડળ ખેલોમાં ગેરરીતિઓના પુરાવાઓ રજૂ કરતો રિપોર્ટ તૈયાર કર્યો છે.
ટેન્કર કૌંભાંડ
શીલા દિક્ષિત સરકારના શાસનમાં 2012માં દિલ્હી જલ બોર્ડ દ્વારા 385 સ્ટેનસેલ સ્ટીલના પાણીના ટેન્કર ભાડે આપવા મામલે કથિત અનિયમિતતાઓની ભાળ મેળવવા અરવિંદ કેજરીવાલે 2015માં પોતાના શાસન દરમિયાન કમિટી રચી હતી.
3000 કરોડનો ગોટાળો
આમ આદમી પાર્ટીએ જુલાઈ, 2014માં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત વિરુદ્ધ 3000 કરોડની બિનસત્તાવાર કોલોનીના કૌંભાંડમાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.