'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
Arvind kejriwal News | દિલ્હી લીકર પોલિસી કેસમાં સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન સીબીઆઈએ લીકર પોલિસી અને તેમાં કેજરીવાલની ભૂમિકા અંગે મોટા દાવા કર્યા હતા. હવે આ દાવાને કેજરીવાલે ફગાવી દીધા છે.
કેજરીવાલે શું કહ્યું?
કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે મીડિયામાં જે કંઇ ચાલી રહ્યું છે તે સાચું નથી. મેં એવું કોઈ નિવેદન નથી આપ્યું કે મનીષ સિસોદિયા દોષિત છે. મેં કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ. તેમનો ઉદ્દેશ્ય ફક્ત અમને મીડિયામાં બદનામ કરવાનો છે.
હવે બે દિવસ જો જો...
કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા એકદમ નિર્દોષ છે. મેં કાલે જ કહ્યું હતું કે આ વાહિયાત આરોપો છે. તમે બે-ત્રણ દિવસમાં જોજો કે સીબીઆઈના સૂત્રો મીડિયામાં શું-શું પ્લાન કરશે. સીબીઆઇએ કોર્ટમાં કહ્યું કે 16 માર્ચ 2021ના રોજ એક લીકર બિઝનેસમેનનો સંપર્ક સાધ્યો હતો. મુખ્યમંત્રી કેજરીવાલે લીક પોલિસી અંગે તેમની સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલે 16 માર્ચે સચિવાલયમાં મગુંટા રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. તે એ સાંસદ છે અને દક્ષિણમાં મોટું નામ છે. તેમણે કેજરીવાલ સાથે મુલાકાત કરી અને લીક પોલિસી મામલે સપોર્ટ માગ્યો. તેના પર કેજરીવાલે મદદનું આશ્વાસન આપ્યું પણ આમ આદમી પાર્ટીને ફંડ આપવા કહ્યું.
CBIએ શા માટે ધરપકડ કરી?
કેજરીવાલની ધરપકડ કરવાનું સીબીઆઈનું કારણ એ હતું કે તે લીકર પોલિસીને મંજૂરી આપનાર કેબિનેટનો ભાગ હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે લાંચ લીધા બાદ હિતધારકોની ઈચ્છા મુજબ દિલ્હીની એક્સાઈઝ પોલિસી 2021-22માં સુધારા કરવામાં આવ્યા હતા. જથ્થાબંધ વેપારીઓ માટે નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું હતું.