વિપક્ષોને એક કરવાની તૈયારીઓ શરૂ : મમતા-કેજરીવાલ-મુફ્તી આવતીકાલે પહોંચશે પટણા, 23 જૂને બેઠક
પટણામાં 23 જૂને વિપક્ષોને એક કરવા માટેની બેઠક યોજાશે
બેઠકમાં ભાગ લેવા કાલ સાંજથી મહેમાનોનું આગમન શરૂ થશે
પટણા, તા.21 જૂન-2023, બુધવાર
પટણામાં 23 જૂને વિપક્ષોને એક કરવા માટેની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાગ લેવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી તેમજ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી આવતીકાલે સાંજે પટણા પહોંચશે.
ત્રણ મોટા નેતાઓના આગમનને ધ્યાને રાખી પ્રોટોકોલ જારી કરાયો
લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષોને એક કરવા માટે 23 જૂને સંયુક્ત બેઠક યોજાવાની છે, જેમાં ભાગ લેવા માટે આવતીકાલ ગુરુવાર સાંજથી મહેમાનોનું આગમન શરૂ થશે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને મહેબુબા મુફ્તી માટે રાકીય અતિથિશાળામાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિપક્ષના ત્રણ મોટા નેતાઓના આગમનને ધ્યાને રાખી પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ માટે દિશા-નિર્દેશ જારી કરાયા છે. અન્ય મોટા નેતાઓ ગુરુવારે આવશે કે શુક્રવારે... તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી.
23 જૂને વિપક્ષના મોટા નેતાઓની યોજાશે બેઠક
અરવિંદ કેજરીવાલ ગુરુવારે સાંજે 4 વાગે દિલ્હીથી નિકળશે અને સાંજે લગભગ 5 વાગે પટણાના જયપ્રકાશ નારાયણ એરપોર્ટ પર પહોંચશે. જ્યારે મમતા બેનર્જી સાંજે સાડા ચાર વાગે અને મહેબુબા મુફ્તી સવારે સાડા 10 વાગે પટણા જવાના રવાના થશે. ઉલ્લેખનિય છે કે, મોદી સરકારને લોકસભા ચૂંટણી-2024માં ઉથલાવી દેવાની રણનીતિ હેઠળ મુખ્યમંત્રી નીતિશ કુમારના આહવાન પર 23 જૂને પટણામાં વિપક્ષના મોટા નેતાઓનો જમાવડો થવાનો છે. પટણામાં 23 જૂને વિપક્ષોના નેતાઓની બેઠક યોજાશે.
આ નેતાઓ પણ બેઠકમાં ભાગ લેવા સહમત થયા
બેઠકમાં કેન્દ્ર સરકારને ઉથલાવવાની રણનીતિ બનાવાશે... પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, NCPના વડા શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એમ.કે.સ્ટાલિન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, દિપાંકર ભટ્ટાચાર્ય વગેરેએ આ બેઠકમાં ભાગ લેવા સંમતિ આપી છે.