સ્વાતિ માલીવાલ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મૌન, સંજય સિંહે મણિપુર અને રેવન્ના કેસના આપ્યા ઉદાહરણ
Image: Facebook
Lok Sabha Elections 2024: યુપીની રાજધાની લખનૌમાં ગુરુવારે સવારે સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. તેમાં AAP સંયોજક અરવિંદ કેજરીવાલ અને સપા પ્રમુખ અખિલેશ યાદવે વાતચીત કરી અને લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના જીતવાનો દાવો કર્યો. જોકે, જ્યારે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો તો અખિલેશ યાદવે એ કહીને ટાળી દીધું કે તેનાથી પણ વધુ જરૂરી અન્ય મુદ્દા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મૌન રહ્યા. તેમણે કંઈ કહ્યું નહીં.
આ દરમિયાન AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માઈક સંભાળ્યું અને ભાજપ પર જ ઉલટા સવાલ ઊભા કરી દીધા. સંજય સિંહે મણિપુરથી લઈને કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાના મામલે ભાજપને જવાબ આપવા માટે કહ્યું છે.
'રાજકીય રમત ન રમો'
સંજય સિંહે કહ્યું, આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાનો પક્ષ મૂકી દીધો છે. દેશના જેટલા પણ મુદ્દા અમે ઉઠાવ્યા છે. તેની પર પીએમ અને ભાજપે જવાબ આપવો જોઈએ. સંજયે કહ્યુ, સ્વાતિ માલીવાલના મુદ્દા પર ભાજપને જવાબ આપવો જોઈએ. જ્યારે સ્વાતિ પહેલવાનો સાથે મુલાકાત કરવા જંતર-મંતર ગઈ હતી તો તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. ભાજપે આ મુદ્દે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દા પર સંજય સિંહે કહ્યુ, આ મામલે રાજકીય રમત ન રમવામાં આવે. ભાજપે મણિપુર મુદ્દા પર જવાબ આપવો જોઈએ.
સંજય સિંહનું કહેવું હતું કે મણિપુરમાં જે થયું, તેને જોઈને આખો દેશ દુ:ખમાં હતો પરંતુ પીએમ મોદી આ મુદ્દે મૌન હતા. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓની સાથે રેપ કર્યો, પરંતુ પીએમ મોદી, પ્રજ્વલ રેવન્ના માટે વોટ માગી રહ્યા છે. જ્યારે આપણા પહેલવાન જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો DCWની તત્કાલીન પ્રમુખ સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો. આ મુદ્દા પર પીએમ મોદી મૌન રહ્યા. AAP અમારો પરિવાર છે અને અમે સ્પષ્ટ નિવેદન આપ્યુ છે. ભાજપ અને પીએમ મોદીએ મારા દ્વારા જણાવવામાં આવેલા આ તમામ મુદ્દા પર જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દા પર રાજકારણ કરવું જોઈએ નહીં.