Get The App

‘કેજરીવાલની હત્યા કરવાનું ષડયંત્ર, જેલમાં અપાઈ રહ્યું છે સ્લો પોઈઝન’ આપનો સનસનીખેજ આરોપ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
‘કેજરીવાલની હત્યા કરવાનું ષડયંત્ર, જેલમાં અપાઈ રહ્યું છે સ્લો પોઈઝન’ આપનો સનસનીખેજ આરોપ 1 - image

Delhi Liquor Scam : આમ આદમી પાર્ટીએ દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના જીવને જોખમ હોવાનો દાવો કર્યો છે. પાર્ટી નેતા અને મંત્રી સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardwaj) દાવો કર્યો કે, ‘મુખ્યમંત્રી કેજરીવાલને જેલમાં સ્લો પોઈઝન અપાઈ રહ્યું છે. તેમનું ઈન્સ્યુલિન લેવલ સતત વધી રહ્યું છે, પરંતુ તેની સામે ઈન્સ્યુલિનનો ડોઝ અપાતો નથી. તેમની હત્યા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.’

‘જેલ તંત્રએ કેજરીવાલને ઈન્સ્યુલિન આપવાનો ઈન્કાર કર્યો’

ભારદ્વાજે વધુમાં કહ્યું કે, ‘કેજરીવાલ વારંવાર જેલના ડૉક્ટરોને કહી રહ્યા છે કે, તેમનું સુગર લેવલ વધી રહ્યું છે. તેઓ જેલ તંત્ર પાસે ઈન્સ્યુલિન પણ માંગ રહ્યા છે, છતાં જેલના ડોક્ટરો કહી રહ્યા છે કે, કેજરીવાલ ખોટું બોલી રહ્યા છે. ડીજી અને ડીઆઈજી પાસે પણ ઈન્સ્યુલિન માંગવામાં આવ્યું, પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો.’

‘...તો તેમને મલ્ટીઓર્ગન ફેક્ચર થઈ શકે છે’

દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેના (Atishi Marlena)એ એક્સ (ટ્વિટર) પર કેજરીવાલના સુગર લેવલની રીડિંગ શેર કરી કહ્યું કે, ‘આ રીડિંગ કેજરીવાલના સુગર લેવલની છે, જે 12 એપ્રિલથી 17 એપ્રિલ સુધીની છે. જો આટલા હાઈ સુગર લેવલ પર ઈન્સ્યુલિન આપવામાં નહીં આવે તો વ્યક્તિને ધીરે ધીરે મલ્ટીઓર્ગન ફેક્ચર થઈ શકે છે. આ કેવી ક્રૂર સરકાર છે, જે ડાયાબિટિઝ (Diabetes)ના દર્દીને ઈન્સ્યુલિન (Insulin) આપવાનો ઈન્કાર કરી રહી છે?’

‘કેજરીવાલે ઈન્સ્યુલિન માટે પણ અરજી કવી પડે છે’

આપ નેતા ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘કેજરીવાલે હવે ઈન્સ્યુલિન માટે પણ જેલમાં અરજી કરવી પડી રહી છે. તેમણે કેજરીવાલને ટાંકીને કહ્યું કે, તેમનું ઈન્સ્યુલિન લેવલ 15 દિવસથી બગડી રહ્યું છે, પરંતુ તેમને ઈન્સ્યુલિનનો ડોઝ અપાઈ રહ્યો નથી. મુખ્યમંત્રી પોતાના ડૉક્ટર સાથે વીડિયો કોન્ફરન્સની માંગ કરી રહ્યા હોવા છતાં જેલ તંત્ર મંજૂરી આપી રહ્યા નથી. જો તેઓ વીડિયો કોન્ફરન્સિંગ કરશે તો ઈડી, સીબીઆઈ અને કેન્દ્ર સરકારનું શું બગડી જશે?’

‘કેજરીવાલની હત્યા માટે ષડયંત્ર’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો કેજરીવાલનું સુગર લેવલ વધશે તો તેમની નસો અને કિડની પર અસર પડશે. તેમની કિડની ફેલ થઈ શકે છે. હું દાવા સાથે કહી રહ્યો છું કે, કેજરીવાલની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેજરીવાલને સ્લો ડેથ અપાઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, તેમનું સુગર લેવલ કેરી ખાવાના કારણે વધ્યું છે. તો લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સકસેના (LG Vinai Kumar Saxena)એ સાંભળવું જોઈએ કે, તેમણે 6 તારીખે કેરી ખાધી, પરંતુ તેમનું 12 તારીખે 320 સુગર લેવલ કેવી રીતે પહોંચી ગયું?


Google NewsGoogle News