સીબીઆઇ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી વચ્ચે કેજરીવાલની તબિયત લથડી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
સીબીઆઇ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી વચ્ચે કેજરીવાલની તબિયત લથડી 1 - image


Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે (26 જૂન) રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. જ્યાં લિકર પોલિસી કેસમાં મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે સુનાવણી દરમિયાન કેજરીવાલની અચાનક તબિયત લથડી છે.

સુનાવણી દરમિયાન કેજરીવાલની તબિયત લથડી

આમ આદમી પાર્ટી હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અગાઉ દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીની તબિયત લથડી હતી. ત્યારે હવે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની તબિયત પણ લથડી ગઈ છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા બાદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં લિકર પોલિસી કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કેજરીવાલની તબિયત લથડી છે.

કેજરીવાલને બીજા રૂમમાં શિફ્ટ કરાયા

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે 'તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તે નર્વસ ફીલ કરી રહ્યા છે.' ત્યારબાદ કેજરીવાલને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અગાઉ બુધવારે સીબીઆઈએ લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની કોર્ટરૂમમાંથી ધરપકડ કરી હતી. દિલ્હી કોર્ટના વેકેશન જજે સીબીઆઈને કોર્ટ રૂમમાં પૂછપરછ કરવાની પરવાનગી આપ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી હતી. કોર્ટે સીબીઆઈને તેની ધરપકડ માટે જે સામગ્રી છે તે રેકોર્ડ પર મૂકવા પણ કહ્યું હતું.

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

અરવિંદ કેજરીવાલની ED દ્વારા આ વર્ષે 21 માર્ચે લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે (25 જૂન) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા જામીનના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

સીબીઆઇ દ્વારા ધરપકડ બાદ રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી વચ્ચે કેજરીવાલની તબિયત લથડી 2 - image


Google NewsGoogle News