'અન્યાય સામેની લડતમાં I.N.D.I.A. દિલ્હીના CMની સાથે..' રાહુલ ગાંધીએ કેજરીવાલને હૂંફ આપી
Delhi CM Arvind Kejriwal Birthday: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (16મી ઑગસ્ટ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે 'અન્યાય સામેની લડાઈમાં I.N.D.I.A. ગઠબંધન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે છે.' કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા રાહુલ ગાંધીએ આ પોસ્ટ કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'X' પર લખ્યું કે, 'દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીને જન્મદિવસની શુભેચ્છા. હું આશા રાખું છું કે તમે સ્વસ્થ અને ખુશ રહો. ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી I.N.D.I.A. ગઠબંધન અન્યાય સામેની આ લડાઈમાં તમારી સાથે છે.'
આ પણ વાંચો: મોટી ટ્રેન દુર્ઘટના, અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યાં
સુનીતા કેજરીવાલે આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'દિલ્હીના લોકો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દરેકનો ખૂબ ખૂબ આભાર. મને દેશનું બંધારણ પૂર્ણ વિશ્વાસ છે. સુપ્રીમ કોર્ટ લોકશાહીનું રક્ષણ કરશે અને ઝડપથી ન્યાય આપશે.'
સીએમ કેજરીવાલને અભિનંદન આપતાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લખ્યું હતું કે, 'દિલ્હીના મુખ્યમંત્રી, મારા સૌથી પ્રિય મિત્ર અને રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભકામનાઓ, જેઓ દેશમાં પ્રવર્તતી સરમુખત્યારશાહી સામે સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે. અમને એક દેશભક્ત અને ક્રાંતિકારી નેતાના સૈનિકો હોવાનો ગર્વ છે. જેણે સરમુખત્યાર સામે ઘૂંટણિયે પડવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું. આજે દેશની લોકશાહી અરવિંદ કેજરીવાલના રૂપમાં કેદ છે.' ઉલ્લેખનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં છે.