Get The App

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ?

કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ શકે ધરપકડ? 1 - image


Arvind Kejriwal ED : દિલ્હીમાં લિકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. EDના સમન્સને નજરઅંદાજ કરી તેઓ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું. જોકે એવામાં હવે પ્રશ્નએ થાય છે કે, ED આગળ શું પગલું ભરશે?  શું સમન્સની અવગણના વિરુધ તપાસ એજન્સી કેજરીવાલની ઘરપકડ કરી શકે છે? 

શું ED કેજરીવાલની ધરપકડ કરી શકે છે ?

ED દ્વારા 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલ સમન્સમાં 2 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે હાજર થયા ન હતા માટે તપાસ એજન્સીએ તેને બીજી સમન્સ પાઠવ્યું છે. જો એવામાં હવે બીજી વખત પણ કેજરીવાલ અવગણના કરે છે તો ED ત્રીજી વખત તેમના વિરુધ સમન્સ જાહેર કરી શકે છે અને ત્રીજી વખત બાદ તપાસ એજન્સી બિનજામીન વોરંટની માગ કરી શકે છે જે બાદ નક્કી કરેલા સમય પર કેજરીવાલને હાજર થવું અનિવાર્ય છે. જો તે આ વોરંટને પણ અવગણે છે તો તેની ધરપકડ થઇ શકે છે.

કેજરીવાલ પાસે શું ઓપ્શન છે ?

CM કેજરીવાલે EDના સમન્સને ગેરકાયદે ગણાવ્યો છે. તેઓ EDના સમન્સને પડકારવા કોર્ટમાં અરજી કરી શકે છે. ઉપરાંત તે કોર્ટ પાસેથી આગોતરા જામીનની પણ માંગ કરી શકે છે. સમન્સ પર સવાલો ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે, EDના સમન્સમાં એ સ્પષ્ટ નથી કે તેમને શા માટે મને બોલાવીયો છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, AAPના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેમણે ચૂંટણી માટે પ્રવાસો કરવા પડે છે. 

EDએ તાત્કાલિક સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ : CM  કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત કહ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સમન્સ ભાજપના ઈશારે મોકલવામાં આવ્યું છે કારણકે હું ચાર રાજ્યોમાં પ્રચાર ન કરી શકું. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે EDએ તાત્કાલિક સમન્સ પાછું ખેંચી લેવું જોઈએ. હવે તે ED સમક્ષ હાજર નહીં થાય અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરશે.


Google NewsGoogle News