VIDEO: મીકા સિંહના ગીત પર કેજરીવાલે કર્યા ભાંગડા, દીકરીના લગ્નનો નવો વીડિયો વાયરલ
Arvind kejriwal bhangra on mika singh song: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રીના લગ્નના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેજરીવાલની પુત્રી હર્ષિતાના લગ્ન સંભવ જૈન સાથે થયા છે, જે IIT દિલ્હીમાં તેમના બેચમેટ હતા. 18 એપ્રિલના રોજ બંનેએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં લગ્ન કર્યા. આ પહેલા 17 એપ્રિલે, તેમની સગાઈ અને અન્ય કાર્યક્રમ દિલ્હીની શાંગરી-લા હોટેલમાં યોજાયો હતો. સગાઈ દરમિયાન સુનિતા કેજરીવાલ અને અરવિંદ કેજરીવાલે પુષ્પા 2 ના ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અરવિંદ કેજરીવાલ ભાંગડા કરતા જોવા મળ્યા
હવે અરવિંદ કેજરીવાલના ડાન્સનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લગ્નના દિવસ એટલે કે 18 એપ્રિલનો છે. પ્રખ્યાત ગાયક મીકા સિંહે પણ અહીં હાજરી આપી હતી. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતાઓ રાઘવ ચઢ્ઢા, મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અરવિંદ કેજરીવાલ મીકા સિંહના પંજાબી ગીતો પર ભાંગડા કરતા જોવા મળે છે. તેમની પાછળ સુનિતા કેજરીવાલ પણ તેમનો સાથ આપી રહ્યા છે.
હર્ષિતાને સંભવ જૈનનો પરિચય IIT દિલ્હીમાં થયો હતો
ઉલ્લેખનીય છે કે, હર્ષિતા અરવિંદ કેજરીવાલની મોટી પુત્રી છે. તે આઈઆઈટી ગ્રેજ્યુએટ છે. વર્ષ 2018 માં, તેમણે IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. અરવિંદ કેજરીવાલને એક પુત્ર પણ છે જેનું નામ પુલકિત છે. તે પણ આઈઆઈટી દિલ્હીમાંથી અભ્યાસ કરી રહ્યો છે. હર્ષિતાને સંભવ જૈનનો પરિચય IIT દિલ્હીમાં જ થયો હતો. થોડા મહિના પહેલા બંનેએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને હવે તેઓ લગ્ન પણ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: 'મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી', સંજય રાઉતનો બળાપો
કોણ છે સંભવ જૈન?
સંભવ જૈન એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે અને થોડા મહિના પહેલા તેમણે હર્ષિતા સાથે મળીને બેસિલ હેલ્થ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.