કેજરીવાલ માટે ED બાદ CBI કેવી રીતે આફત બની? શું છે આરોપ અને બંનેની કાર્યવાહી કેમ અલગ?

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Delhi CM And AAP National Convener Arvind Kejriwal  Leave After Pay Tribute
Image : IANS

Arvind Kejriwal arrest: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. ત્રણ દિવસ સુધી કસ્ટડીમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પહેલાથી જ આ મામલાની તપાસ કરી રહ્યું છે. તો પછી સીબીઆઈની કાર્યવાહી ઇડીથી કેવી રીતે અલગ છે? 

ઇડી પહેલેથી જ આ તપાસ કરી રહી છે

દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌંભાડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુધવારે સીબીઆઇએ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની ધરપકડ કરી ત્રણ દિવસ માટે કસ્ટડીમા લઇ લીધા હતા, જ્યાં લીકર પોલિસી કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. પરંતુ ઇડી પહેલેથી જ આ તપાસ કરી રહી છે. તો શું બંનેની તપાસના મુદ્દા અલગ અલગ છે, કે પછી કેજરીવાલની યોગ્ય પૂછપરછ કરવા માટે બે એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે? 

સીબીઆઇએ કેજરીવાલનું નિવેદન નોંધ્યું

25 જૂને સીબીઆઇએ તિહાર જેલમાં કેજરીવાલની પૂછપરછ કરીને તેમનું નિવેદન નોંધ્યું હતું. આ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેની તુલના ઇડી સાથે કરવામાં આવી રહી છે. પરંતુ બંને કેસના જુદા-જુદા પાસાઓની તપાસ કરશે. જ્યારે ઇડી લીકર પોલિસી કૌભાંડમાં કથિત મની ટ્રેલ્સની તપાસ કરશે તો સીબીઆઇએ સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વત સાબિત કરવી પડશે. ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે માર્ચમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલ સામે એક જ આરોપ હતો. પૈસાની લેવડદેવડ અને તેનો ઉપયોગ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 3 મની લોન્ડરિંગને ગુનો બને છે. એક રિપોર્ટ અનુસાર ઇડીએ આરોપ લગાવ્યો હતો કે આ કૌભાંડ જથ્થાબંધ દારૂના કારોબારને ખાનગી કંપનીઓને સોંપવા માટે કરવામાં આવ્યું છે.

સીબીઆઈ કયા કેસમાં તપાસ કરી રહી છે?

સીબીઆઈએ 2022માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC- ACT) હેઠળ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો, પરંતુ અહીં કંઈક અલગ જ કરણ હતું. આ કેસમાં કેજરીવાલનું નામ આરોપી તરીકે લેવામાં આવ્યું ન હતું. માર્ચમાં, જ્યારે કેજરીવાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ત્યારે એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે પીએમએલએ હેઠળ આરોપી બનવા માટે પૂર્વ- નિર્ધારિત ગુનામાં કોઈને આરોપી બનાવવાની જરૂર નથી.

સીબીઆઇએ કેજરીવાલને સાક્ષી તરીકે બોલાવ્યા હતા

સાદી ભાષામાં કહીએ તો ઇડી કથિત મની ટ્રેઇલની તપાસ કરી રહી છે. કેજરીવાલ પર નાણાં મેળવવાનો અને ઉપયોગ કરવાનો આરોપ છે. સાથે જ સીબીઆઈ આ કેસમાં ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે. આ માટે તેમણે લાંચની કથિત લેવડ-દેવડ સાબિત કરવી પડશે. અત્યાર સુધી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એકસાઇઝ પોલિસી હેઠળ લાઇસન્સ ધારકોને બિનજરૂરી લાભો આપવામાં આવતા હતા, જેમ કે લાઇસન્સ ફી માફ કરવી અથવા મંજૂરી વિના લાઇસન્સ વધારવું. જો કે તપાસ એજન્સી પાસે કેજરીવાલની ધરપકડ કરવાનો વિકલ્પ હતો, પરંતુ તે પહેલા તેને કેટલાક નક્કર પુરાવાની જરૂર હતી જેથી કથિત કૌભાંડમાં તેમની સંડોવણી બતાવી શકાય. ઈડીના કિસ્સામાં પણ સીધી કડી નથી. તેમણે કેજરીવાલ પર કથિત ભંડોળ મામલે આરોપ લગાવ્યો હતો. જો કે ભ્રષ્ટાચારના મામલે આ વિકલ્પ નથી.

આ પણ વાંચો : CBI કસ્ટડીમાં કેજરીવાલને મળશે આ સુવિધાઓ

જામીન આપવા કેટલા મુશ્કેલ 

ઇડી પાસે પીએમએલએ એકટની સત્તા છે. આને કારણે મની લોન્ડરિંગ ગુનો બને છે. તે બિનજામીનપાત્ર છે, જેમાં જામીન આપવા એ સંપૂર્ણપણે કોર્ટનો નિર્ણય હશે. આ કાયદા હેઠળ ઈડી કોઈપણ પ્રકારના વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે, તેમજ તેને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકે છે. સાથે જ પ્રિવેન્શન ઓફ કરપ્શન (PC) એકટ સીબીઆઈને મજબૂત કરી રહ્યો છે. સરકારી તંત્ર અને જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે બનાવવામાં આવેલા કાયદામાં આરોપી જામીન માગી શકે છે, જોકે જ્યાં સુધી સરકારી વકીલ આ જામીન સામે દલીલ ન કરે ત્યાં સુધી તેને છોડી શકાય નહીં. નવેમ્બર 2021માં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં આ નીતિ લાગુ કરી હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી છે. જ્યારે હંગામો વધ્યો, ત્યારે સરકારે જુલાઈ 2022 માં તેને રદ કરી દીધી હતી.

જુલાઈમાં આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું

જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલ દ્વારા કથિત લીકર પોલિસી કૌભાંડનો પર્દાફાશ થયો હતી. આ રિપોર્ટમાં તેમણે આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા સહિત ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિલ્હીના એલજી વીકે સકસેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, ત્યારબાદ સીબીઆઇએ 2022ની 17મી ઓગસ્ટએ કેસ નોંધાયો હતો. તેમાં પૈસાની ગેરરીતિનો પણ આરોપ હતો, તેથી ઇડીએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો.

કેજરીવાલ માટે ED બાદ CBI કેવી રીતે આફત બની? શું છે આરોપ અને બંનેની કાર્યવાહી કેમ અલગ? 2 - image


Google NewsGoogle News