Get The App

કેન્દ્ર સમક્ષ કેજરીવાલની સાત માંગ, દેશમાં પહેલી વાર મધ્યમ વર્ગનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
કેન્દ્ર સમક્ષ કેજરીવાલની સાત માંગ, દેશમાં પહેલી વાર મધ્યમ વર્ગનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યાનો દાવો 1 - image


Delhi Election 2025: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી વચ્ચે હવે મધ્યમ વર્ગને આકર્ષવા માટે મોટું પગલું ભર્યું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને મધ્યમ વર્ગને રાહત આપવાની માંગ કરી છે. કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે 7 માંગ મૂકી હતી અને તેને મધ્યમ વર્ગ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જણાવ્યો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અમારી પાર્ટી દેશમાં પહેલીવાર મધ્યમ વર્ગ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહી છે.' જોકે, તેમાં તેઓએ કોઈ વચન નથી આપ્યું કે, જો ચોથીવાર દિલ્હીમાં તેમની સરકાર બની તો કેવી રીતે મધ્યમ વર્ગને રાહત પહોંચાડવામાં આવશે. પરંતુ, તેઓએ કેન્દ્ર સરકાર સામે 7 માંગ મૂકી છે અને કહ્યું કે, 'આ જ અમારો મધ્યમ વર્ગ માટે મૅનિફેસ્ટો છે'.

આ પણ વાંચોઃ બોમ્બે હાઈકોર્ટે EDને ફટકાર્યો 1 લાખનો દંડ, કહ્યું - 'કેન્દ્રીય એજન્સી નાગરિકોનું શોષણ બંધ કરે...'

કેજરીવાલની 7 માંગ

  1. શિક્ષણનું બજેટ 2 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવે. આખાય દેશમાં પ્રાઇવેટ સ્કૂલની ફી પર લગામ લગાવવામાં આવે. 
  2. ઉચ્ચ શિક્ષણ માટે સબસિડી અને સ્કોલરશિપ આપવામાં આવે. 
  3. હેલ્થ બજેટ પણ વધારીને 10 ટકા કરવામાં આવે અને હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી ટેક્સ દૂર કરવામાં આવે. 
  4. ઈન્કમ ટેક્સ છૂટ સીમાને ઓછામાં ઓછી 10 લાખ કરવામાં આવે. 
  5. જીવન જરૂરિયાતની વસ્તુઓ પરથી જીએસટી દૂર કરવામાં આવે.
  6. સિનિયર સિટીઝન માટે મજબૂત રિટાયરમેન્ટ પ્લાન અને પેન્શનની યોજના બનાવવામાં આવે અને દેશભરની તમામ હોસ્પિટલમાં મફત સારવાર મળે.
  7. વડીલોને રેલવેમાં પહેલાં 50 ટકા છૂટ મળતી હતી, તેને ફરી શરૂ કરવામાં આવે. 

મધ્યમ વર્ગ સરકાર માટે એટીએમઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મધ્યમ વર્ગ માટે કોઈપણ પાર્ટી વાત કરવા તૈયાર નથી. એક બાદ એક સરકાર આવી અને તમામે મધ્યમ વર્ગને દબાવીને નીચોવી દીધા છે. મધ્યમ વર્ગ માટે કંઈ કર્યુ નથી, પરંતુ જ્યારે સરકારને જરૂર પડે છે ત્યારે સરકાર મધ્યમ વર્ગ પર ટેક્સનું હથિયાર ચલાવી દે છે. મધ્યમ વર્ગ સરકાર માટે એટીએમ બનીને રહી ગયો છે. ભારતનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરેરિઝમનો શિકાર બની રહ્યો છે. મધ્યમ વર્ગના શું સપના હોય છે? પોતાના માટે એક સારી નોકરી-બિઝનેસ, બાળકો માટે શિક્ષણ અને પરિવારનું સારૂ સ્વાસ્થ્ય. જેના માટે તે આખી જિંદગી મહેનત કરે છે અને સરકાર પાસે થોડી રાહતની અપેક્ષા કરે છે. પરંતુ, સરકાર ન તો તેમના માટે સારી શાળા બનાવી રહી છે, ન સારા હોસ્પિટલ અને ન રોજગાર આપી રહી છે.'

આ પણ વાંચોઃ 'રાવણને પ્રેમ કરે છે BJP, રાક્ષસી પ્રવૃત્તિના છે...' ઘરની બહાર પ્રદર્શનને લઈને ભાજપ પર બગડ્યા કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, કોઈ દેશમાં મધ્યમ વર્ગને આટલો હેરાન કરવામાં નથી આવતો. જો કોઈ વર્ષે 12 લાખ કમાય છે તો તમામ ટેક્સ મળીને 50 ટકાથી વધારે આવક ફક્ત ટેક્સમાં જતી રહે છે. દૂધ-દહીં, પૂજાના સામાન પર પણ ટેક્સ ભરવો પડે છે. ઘર લેવું હોય તો ટેક્સ, વેચો તો ટેક્સ, ગાડી ખરીદો તો ટેક્સ અને વેચો તો ટેક્સ. જીવતે જીવ તો ટેક્સ આપવો જ પડે છે, હવે તો મોત બાદ પણ ટેક્સ ભરવો પડે છે.


Google NewsGoogle News