Get The App

વાદળ ફાટતા પૂરની સ્થિતિ: 2 રાજ્યોમાં હાલત બદતર, 39ના મોત, લાખો લોકો પ્રભાવિત

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Arunachal Pradesh Cloudburst


Arunachal Pradesh Cloudburst: ઉત્તર ભારતમાં ચોમાસું ટૂંક સમયમાં આવી શકે છે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ અને પૂરના કારણે લોકો ત્રાહિમામ છે. આસામમાં પૂરથી બે લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 39 લોકોના મોત થયા છે. જ્યારે અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં વાદળ ફાટવાને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આસામમાં પૂરથી 2 લાખ લોકો પ્રભાવિત

આસામમાં પૂરથી 2 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે મૃત્યુઆંક પણ 39 પર પહોંચી ગયો છે. કોપિલી અને કુશિયારા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામના 12 જિલ્લામાં પૂરના કારણે 2,60,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. 

આસામના કરીમગંજમાં 1.5 લાખની વસ્તી અસરગ્રસ્ત

પૂરની સૌથી વધુ અસર આસામના કરીમગંજમાં થઈ હતી. જ્યાં લગભગ 1.5 લાખની વસ્તી અસરગ્રસ્ત થઈ છે. પૂરની સ્થિતિમાં માત્ર માણસો જ નહિ પરંતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. આસામ સરકારે રાજ્યમાં 134 રાહત શિબિરોસ્થાપ્યા છે, જેમાં લગભગ 18,000 લોકો રહે છે. આ ઉપરાંત રાહત સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અરુણાચલમાં વાદળ ફાટ્યું 

ગઈ કાલે સવારે અરુણાચલના ઇટાનગરમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આસામમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે NH 415 ના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રારંભ 

ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, બિહાર અને ઝારખંડના અમુક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદ પડ્યો હતો. 

વાદળ ફાટતા પૂરની સ્થિતિ: 2 રાજ્યોમાં હાલત બદતર, 39ના મોત, લાખો લોકો પ્રભાવિત 2 - image


Google NewsGoogle News